Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અમરનાથ યાત્રા : ૩૯૬૭ શ્રદ્ધાળુની નવી ટીમ રવાના

જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ રવાના : ખરાબ હવામાનની સ્થિતિ હોવા છતાંય શ્રદ્ધાળુ ઉત્સાહિત

જમ્મુ,તા. ૧૬: અમરનાથ યાત્રા યથાવતરીતે જારી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે વધુ ૩૯૬૭ શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. કાશ્મીર ખીણ ંમાટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ખરાબ હવામાનની સ્થિતી હોવા છતાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે ખુબ ઉપર પહોંચી શકે છે.  ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ  ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી રહ્યા છે.  અમરનાથ યાત્રા શરૂ કરવામા ંઆવ્યા બાદથી હજુ સુધી ૧.૯૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ વખતે આ આંકડો રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી શકે છે. પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં કોઇ ઘટાડો થયો નથી. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી હજુ સુધી ૧૫ દિવસના ગાળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે. અમરનાથ યાત્રા ૪૫ દિવસ  સુધી ચાલનાર છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે બે એસ્કોર્ટમાં ખીણ માટે ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. બાલતાલ બેઝ કેમ્પ માટે ૧૬૧૫ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જ્યારે ૨૩૫૨ શ્રદ્ધાળુઓ પહેલગામ કેમ્પ માટે રવાના કરવામાં આવ્યા હતા. હજુ સુધી ૧૯૩૫૪૫ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.  અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે.  બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યાછે.હવે અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી. આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી યાત્રા સાનુકુળ અને શાંત રહી છે. બે વખત અલગતાવાદી વિરોધ પ્રદર્શનના કારણે યાત્રા મોકુફ કરવામાં આવી હતી. આ સિવાય યાત્રા ખુબ ઉત્સાહ વચ્ચે જારી રહી છે. આ વખતે આંકડો નવી સપાટી પર પહોંચી જવાની શક્યતા છે.

(3:42 pm IST)