Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સોમાલીયામાં સતત અંધાધુંધી : હોટલ ઉપર સુસાઈડ બોંબ એટેક : ૨૬ના મોત : ૫૦ ગંભીરઃ પત્રકાર સહિત સંખ્યાબંધ વિદેશીના મોત

દક્ષિણ સોમાલિયાની એક હોટલમાં શનિવારે થયેલા આત્મદ્યાતી હુમલામાં ૨૬ લોકોનાં મૃત્યુ થયાં છે.

રિપોર્ટ પ્રમાણે મૃતકોમાં એક પત્રકાર અને દ્યણા વિદેશી નાગરિકો સામેલ છે. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન અલ-શબાબે લીધી છે.

અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં એક સ્થાનિક નેતા સિવાય કીનિયા અને તંઝાનિયાના ત્રણ-ત્રણ, અમેરિકાના બે અને એક બ્રિટિશ વ્યકિતનાં મૃત્યુ થયાં છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે એક આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈને કિસમાયો શહેરની હોટલમાં ઘૂસી ગયો હતો અને પછી હુમલા કર્યા હતા.

જાણવા મળે છે કે આ હુમલામાં પત્રકાર હોડેન નાલિયાહ અને તેમના પતિનું મૃત્યુ થયું છે. ૪ હુમલાખોર પણ માર્યા ગયા છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમણે બ્લાસ્ટ પહેલાં દ્યણા હથિયારધારી લોકોને અંદર જતા જોયા.

એક પ્રત્યક્ષદર્શી હુસૈન મુખ્તારે કહ્યું, હુમલા પછી અહીં અફરાતફરી થઈ ગઈ હતી. પાસેની ઇમારતમાંથી મૃતદેહોને લઈ જતા જોયા અને અન્ય દ્યણા લોકોને ભાગદોડ કરતા પણ જોયા.

સ્થાનિક મીડિયા અને સોમાલિયા પત્રકાર સંદ્યે જણાવ્યું કે મૃતકોમાં ૪૩ વર્ષીય પત્રકાર હોડેન નાલિયાહ અને તેમના પતિ ફરીદ સામેલ છે.

નાલિયાહ ચેનલ ટીવી ચલાવતાં હતાં જેમાં સોમાલિયા સાથે જોડાયેલી કહાણીઓ બતાવવામાં આવતી હતી.

છ વર્ષની ઉંમરે તેઓ પોતાના પરિવાર સાથે કનેડા જતાં રહ્યાં હતાં. પછીથી તેઓ સોમાલી સમુદાયના પ્રશ્નો ઉઠાવતાં હતાં.

બે બાળકોનાં માતા નાલિયાહ તાજેતરમાં જ સોમાલિયા પરત આવ્યાં હતાં.

(3:28 pm IST)