Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જૈશ-એ-મોહમ્મદના આતંકી બસીર અહેમદની ધરપકડ

દિલ્હી પોલીસે ર લાખનું ઇનામ કર્યુ હતું જાહેર

નવી દિલ્હી, તા. ૧૬ : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં છુપાયેલા ઈનામી જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદીને ઝડપી લીધો છે. ધરપકડ કરવામા આવેલા આતંકીનું નામ બશીર અહમદ હોવાનુ સામે આવ્યુ છે. વર્ષ ૨૦૦૭માં બશીરની દિલ્હી પોલીસની સાથે એનકાઉન્ટર બાદ ધરપકડ થઇ હતી, જે અંગે સુત્રોનું કહેવુ છે કે, લોવર કોર્ટે તેના વિરુદ્ઘ કોઇ સબૂત ન મળ્યા હોવાના કારણે તેને મુકત કરી દીધો હતો. જે પછી આ મામલો હાઈકોર્ટ પહોચ્યો હતો જયા તેને સજા સંભળાવવામાં આવી હતી. જો કે તેને જામીન પણ મળી ગઇ હતી અને જામીન મળ્યા બાદથી જ તે હાઈકોર્ટમાં હાજરી આપી રહ્યો નહોતો.

હાઈકોર્ટની અવગણના કરવા પર તેને બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યો હતો. તેના ૨ અન્ય સાથીઓની દિલ્હી પોલીસે આ વર્ષે ધરપકડ કરી હતી, જેમનુ નામ ફૈયાઝ અને મજીદ બાબા છે. આ પહેલા ૧૪ જુલાઈનાં રોજ NIA એ તમિલનાડુમાં અંસરુલ્લા આતંકવાદી સમૂહ પર રેડ પાડી સમૂહ સાથે કથિત સંબંધોને લઇને બે લોકોની ધરપકડ કરી છે. આ સમૂહ ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી કામ કરી રહ્યુ છે. આતંકવાદી સમૂહની સાથે તેમના સંબંધોની જાણકારી બાદ શનિવારે ફત્ખ્ એ તમિલનાડુનાં નાગપટ્ટિનમમાં તેમના આવાસ પર રેડ પાડી અને હસન અલી અને હારિશ મોહમ્મદની ધરપકડ કરી.

(3:27 pm IST)