Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

આસામ અને બિહારમાં પુરથી ૪૯ લોકોના મોત : હજારો લોકો બેઘર બની ગયા

નવીદિલ્હી,તા.૧૬: છેલ્લાં કેટલાંક સમયથી આસામ અને બિહારમા સતત અને ભારે વરસાદ થતા આ બંને રાજ્યમા ભારે તારાજી સર્જાઈ છે જેમા પૂરના કારણે બિહાર અને આસામમા કુલ ૪૯ જેટલા લોકોના મોત થયા છે તેમજ અનેક ઘરોમા પાણી ભરાઈ જતા હજારો લોકો બેઘર બની જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. હાલ આ વિસ્તારમા ભારે વરસાદના કારણે બિહારમા ૩૪ અને આસામમા ૧૫ લોકોના મોત થયાનુ બહાર આવ્યુ છે જેના કારણે આ બંને રાજ્યમા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

આસામમા ભારે વરસાદના કારણે લાખો લોકો પૂરમા ફસાયા છે. જેમાથી મોટાભાગના લોકોને રાહત કેમ્પમા મોકલી આપવામા આવ્યા છે. હાલમા આ તમામ લોકોને ત્રિપુરામા રાખવામા આવ્યા છે. આસામના નેશનલ પાર્કમા પૂરના પાણી ઘુસી જતા હાલ આ પાર્ક ડૂબી ગયો છે. જેના લીધે આ પાર્કમા રહેલા વન્યજીવો માટે સંકટની સ્થિતી ઉભી થઈ છે.

આ તરફ બિહારના ઉતર વિસ્તારમા લગભગ તમામ જિલ્લામા શહેરથી ગામડાઓ સુધી પૂરના પાણી ફરી વળતા લોકોએ તેમના ઘરબાર છોડવાની ફરજ પડી  રહી છે. અને તેઓ સલામત જગ્યાએ પહોંચી ગયા છે. પૂરના કારણે રાજ્યમા અત્યારસુધી કુલ ૨૪ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી નિતીશ કુમારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનુ હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ. બિહારમા જે વિસ્તારમા પૂરની સૌથી વધુ અસર થઈ છે તેમા અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા, શિવહર, સીતામઢી, પૂર્વ ચંપારણ,મધુબની, મુજફ્ફરપુર, પૂર્ણિયા અને સહરસા જિલ્લાનો સમાવેશ થાય છે. સતાવાર અહેવાલ અનુસાર રાજ્યના ૭૭ પ્રખંડોની ૫૪૬ પંચાયતના ૨૫ લાખથી વધુ લોકો પુરથી પ્રભાવિત થયા છે. 

બીજી તરફ નેપાળથી આવતી નદીઓની સતત વધી રહેલી સપાટીને જોતા આ વિસ્તારમા રાહત બચાવની ટીમોને સતત એલર્ટ રહેવા જણાવવામા આવી રહ્યુ છે. બિહારના જળ ંસંસાધન વિભાગના પ્રવકતા અરવિંદ કુમાર સિંહે જણાવ્યુ કે બાગમતી ઢેગ, સોનાખાન અને કનસાર તેમજ બેનીબાદ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તેના કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૬ ટીમને કામગીરી પર લગાવી દેવામા આવી છે હાલ આ વિસ્તારમા સતત વોચ રખાઈ રહી છે.

(3:26 pm IST)