Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

માનહાની કેસમાં કેજરીવાલ-સિસોદીયાને રાહત : કોર્ટ દ્વારા જામીન અરજી મંજુર

આગામી સુનાવણી રપ જુલાઇએ : વિજેન્દ્ર ગુપ્તા-રાજબબ્બરે કર્યો હતો કેસ

નવી દિલ્હી, તા. ૧૬ : ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હીની સ્પેશિયલ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન આપ્યા. કોર્ટે આ જામીન ૧૦-૧૦ હજારના બોન્ડ પર આવ્યા છે. ત્યારે આ કેસની વધુ સુનાવણી આગામી ૨૫મી જુલાઈએ થવાની છે.

ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તા અને રાજીવ બબ્બરે માનહાનિ મામલે સીએમ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા વિરૂદ્ઘ દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેથી કેજરીવાલ અને સિસોદિયા મંગળવારે રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ થયા હતા.  જયા તેમને સુનાવણી દરમ્યાન જામીન આપવામાં આવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને માનહાનિના બે કેસમાં જામીન મળી ગયા છે.બંનેને ૧૦-૧૦ હજાર રૂપિયાના ખાનગી બોન્ડ પર જામીન આપવામાં આવી છે. આ મામલે આગળની સુનવણી ૨૫ જુલાઇએ થશે.

કેજરીવાલ અને સિસોદીયા પર ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તા અને રાજીવ બબ્બરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ બંને મામલાની સુનવણી માટે કેજરીવાલ અને સિસોદીયા આજે એટલે કે મંગળવારે રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થયા. કોર્ટે કેજરીવાલ અને સિસોદીયાને ૧૦-૧૦ હજાર રૂપિયાના ખાનગી બોન્ડ પર જામીન આપી દીધા છે.

(3:24 pm IST)