Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

નિયમોનો ભંગ કેમ કર્યો ? રિઝર્વ બેંકે SBIને ફટકાર્યો ૭ કરોડનો દંડ

એનપીએ અને અન્ય જોગવાઇથી જોડાયેલા નિયમોનું પાલન નહીં કરવા આરોપ

નવી દિલ્હી, તા. ૧૬ : દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ પર નિયમોનું ઉલ્લંદ્યનનો આરોપ લાગ્યો છે. આ કારણથી બેંકને ૭ કરોડનો દંડ પણ ભરવો પડશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં આરબીઆઇએ એસબીઆઇ પર ૭ કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ એનપીએ (નાઙ્ખન પરફાઙ્ખર્મિ એસેટ્સ) અને અન્ય જોગવાઇથી જોડાયેલા નિયમોનું પાલન નહીં કરવાને લઇને ફટકારવામાં આવ્યો છે. આ રીતે યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા પર ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેન્દ્રીય બેંક પ્રમાણે એસબીઆઇએ આવક ઓળખ અને સંપત્ત્િ। વર્ગીકરણ નિયમોનું પાલન કર્યું નહતું. આ ઉપરાંત બેંકએ ચાલુ ખાતાઓને ખોલવા અને એના પરિચાલન માટે આચાર સંહિતાને પણ નંજર અંદાજ કર્યું. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે એસબીઆઇ પર છેતરપિંડી અને એની રિપોર્ટિંગથી જોડાયેલા નિયમોનું પાલન નહીં કરવાનો પણ આરોપ છે. આરબીઆઇ દ્વારા તપાસ રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો જોયા બાદ બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંક પાસેથી મળેલા જવાબ અને વ્યકિતગત સુનવણી બાદ કેન્દ્રી. બેંકે દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકે સાઇબર સુરક્ષાથી જોડાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવાનો આરોપમાં યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા પર ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંક તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દંડ ૯ જુલાઇ, ૨૦૧૯હ્ય્ લગાવ્યો હતો, કેન્દ્રીય બેંક પ્રમાણે આ કાર્યવાહી નિયામકીય અનુપાલનમાં ખામીઓના કારણે કરવામાં આવી છે.

એનો હેતુ બેંક દ્વારા પોતાના ગ્રાહકોની સાથે કરવામાં આવેલા કોઇ કરાર અથવા લેણદેણની મર્યાદા પર પ્રશ્નો ઊઠાવવાનો નથી. આરબીઆઇએ જણાવ્યું કે ૨૦૧૬માં બેંકની સ્વિફ્ટ પ્રણાલીથી નિકળેલા ૧૭.૧ કરોડ ડોલર મૂલ્યની ૭ છેતરપિંડી વાળા સંદેશો પર રિપોર્ટ બાદ એની સાઇબર સુરક્ષા માળખાગતની તપાસમાં દ્યણી ખામીઓ મળી આવી. આ નિષ્કર્ષો બાદ બેંકોને નોટિસ જારી કરવામાં આવી છે.

(3:22 pm IST)