Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

યુપીમાં પોલીસે મસાજ પાર્લરમાંથી સેકસ રેકટ પકડયું :બે ડઝન છોકરા-છોકરીઓ ઝડપાયા

નોઈડાઃ ઉત્ત્।ર પ્રદેશમાં મહિલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મસાજ પાર્લરની આડમાં ચાલતાં અડધા ડઝનથી પણ વધારે ઠેકાણાઓ પર દરોડા પાડીને સેકસ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

 પોલીસે દરોડા દરમિયાન બે ડઝન છોકરા-છોકરીઓને આપત્ત્િ।જનક સ્થિતિમાં ઝડપાયા હતાં. ધરપકડ કરાયેલ છોકરીઓમાં સ્કૂલ અને કોલેજની સગીર વિદ્યાર્થીઓ પણ હાજર હતી.

 એએસપી સંતોષ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, જનપથમાં મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલ અનેક જગ્યાઓ પર સેકટ રેકેટ ચાલુ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે લેતાં ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા પોલીસની ટીમો તૈયાર કરવામાં આવી હતી.

 તમામ ટીમો જનપથમાં અલગ-અલગ જગ્યાઓ પર અડધા ડઝનથી પણ વધારે જગ્યાઓ પર દરોડા પાડ્યા હતાં અને આ જગ્યાએથી આપત્ત્િ।જનક સ્થિતિમાં બે ડઝનથી વધારે છોકરા-છોકરીઓને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત એક જગ્યાએ તો પતિ જ પોતાની પત્ની માટે ગ્રાહકો લઈને આવતો હતો. આ જોઈને પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.

 ધરપકડ કરાયેલ આરોપીઓમાંથી ત્રણ સગીર છોકરીઓ પણ સામેલ છે. આ લોકો મકાન ભાડે રાખીને દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને દ્યણીવાર જાણ કરી હતી. ધરપકડ કરાયેલ છોકરા-છોકરીઓની પાસે મોટી માત્રામાં આપત્ત્િ।જનક સામાન પણ મળી આવ્યો હતો. પોલીસે દ્વારા તેમની કાઉન્સિલિંગ કરીને આ ધંધામાં આવવા પાછળનું કારણ જાણીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

(3:22 pm IST)