Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સીઆરપીએફ જવાનોએ જીવના જોખમે કાશ્મીરી કિશોરીને ડૂબતી બચાવી

જમ્મુઃ સીઆરપીએફના જવાને ઉતરી કશ્મીરના કુંજર બારામુલ્લામાં પોતાના જીવની પરવા કર્યા વગર ફિરોઝપુરા નાળામાં ડૂબતી એક કિશોરીને બચાવી હતી સીઆરપીએફના જવાનોએ છોકરીને નાળામાંથી બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ તેના પરિવારજનોને સોંપી હતી

 મળતી વિગત મુજબ ખાનાબદોશ ગુજ્જર સમુદાયના મોહમ્મ્દ શરીફ દિન પોતાના પરિવાર અને માલઢોર સાથે ચણપોરા ,કુંજરમાં ડેરા લગાવ્યો હતો તે જમ્મુના નગરોટાનો રહેવાસી છે સવારે તેની ૧૩ વર્ષની છોકરી નગીના કપડાં ધોવા નાળામાં ગઈ હતી ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધતા કપડાં ધોતા સમયે અચાનક પગ લપસતાં નાળામાં ગબડી પડી હતી અને પાણીના પ્રવાહમાં તણાઈ હતી તેણીએ મદદ માટે બૂમ લગાવી હતી

 આ દરમિયાન નજીકમાં સીઆરપીએફના જવાનોની ટુકડીએ આ ઘટનાને નિહાળીને તુરત બે જવાનો એમજી નાયડુ અને નેલ્લા ઉપેન્દ્રએ  કિશોરીને બચાવવા પોતાના જીવની પરવા કર્યા વગર નાળામાં છલાંગ લગાવી કિશોરીને બચાવી લીધી હતી આ વેળાએ તેના સ્થાયીઓએ પણ મદદ કરી હતી.

(1:27 pm IST)