Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

લોકો હવે કરોડ કે તેથી વધુ રૂપિયાના વીમા લેતા થયા છે !

LIC કરતા મેકસ કલેઇમ ચુકવણીમાં આગળ ! : વીમા બજારનો સિનારીયો બદલાતા જમાના સાથે બદલાયો છે, વીમો આપણી સુરક્ષા માટે, પરિવારની સલામતી માટે હોય છે, એ લોકો સ્વીકારતા થયા છે, બધી જ ૨૪ વીમા કંપનીઓ પાસે આકર્ષક પ્લાન હોય છે : લોકો હવે વીમા એજન્ટોને જોઇને કંટાળતા નથી, પણ તેમને આવકારવા લાગયા છે

રાજકોટ તા.૧૬ : વરૂણ ઝવેરી રાજકોટના યુવાન છે, પ્રોફેશનલ છે, તેમણે પાંચ વર્ષ પહેલા ૨૪ વર્ષની ઉંમરે દર વર્ષે ૧૮ હજારનું પ્રિમીયમ ભરીને ૧.૨૦ કરોડનો વીમાનું સુરક્ષા કવચ લીધુ છે. વરૂણ કહે છે કે, આ ૭૫ વર્ષ સુધીનો વીમો છે. જિંદગીનો આ દરમિયાન મને કાંઇ થઇ જાય તો મારા પરિવારને રૂ.૧.૨૦ કરોડ મળી જાય એમને કોઇના ઓશિયાળા બનવુ ન પડે. કોઇ જાતનું આર્થિક સંકટ ભોગવવુ ન પડે.

એક સમયે વીમા એજન્ટને જોઇને લોકો મોઢુ બગાડતા તેની સાથે વાત કરવાનુ ટાળતા. પરંતુ બદલતા જતા સમય સાથે સમજદાર અને શિક્ષિત લોકો હવે સમજતા થયા છે કે આ વીમા એજન્ટો આપણી પાસેથી પેૈસા પડાવવા કે આપણને લુંટી લેવા નથી માંગતા પરંતુ આપણુ ભવિષ્ય સુરક્ષીત કરવા આપણા પરિવારની સુખાકારી માટે સુચન કરવા માર્ગદર્શન કરવા આવે છે. આવુ વિચારતા લોકો હવે વીમા એજન્ટોને આવકારવા લાગ્યા છે. માનપાન આપવા લાગ્યા છે.

 તમામ ૨૪ કંપનીઓ સલામત

ભારતમાં અત્યારે એલઆઇસી સહિત ૨૪ વિમા કંપનીઓ છે. જેમાં મુખ્ય ૧) મેકસ (ર) કોટક (૩) રિલાયન્સ (૪) આઇસીઆઇસીઆઇ (પ) એસબીઆઇ (૬) એચડીએફસી (૭) બજાજ (૮) ટાટા (૯) ફયુચર જનરલી (૧૦) મેટ લાઇફ (૧૧) ભારતી એકસા વગેરેનો સમાવેશ થાય છે. આ બધી કંપનીઓએ ઇરડાના કડક, આકરા કાયદા હેઠળ મંજુરી મેળવી હોય છે. આથી આ કંપનીઓ તમારા રૂપિયા લઇને ભાગી જાય કે મોટી ગરબડ કરે તેવી કોઇ સંભાવના હોતી નથી.

એલઆઇસીમાં તમારા રૂપિયા જેટલા સલામત છે. એટલા જ સલામત આ બધી જ કંપનીઓમાં છે.

એલઆઇસી સૌથી જૂની કંપની છે પણ એલઆઇસીને ટકકર મારતી કંપનીઓમાં મેકસ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની મોખરે છે. મેકસ લાઇફ ઇન્સ્યુરન્સ રાજકોટ ૪ ઓફીસના મેનેજર જયંતીભાઇ ઝાલા કહે છે કે, અમારી મેકસ લાઇફ કંપનીનો ૯૮.૨૬ કલેઇક ચુકવણીનો રેશિયો થઇ ગયો છે. જે એલઆઇસી કરતા પણ વધુ છે. મેકસ લાઇફે સ્માર્ટ લોકો માટે સ્માર્ટ ટર્મ પ્લાન અમલી બનાવ્યો છે. જેમાં ૧) લાઇફ કવર (ર) ઇન્કમ પ્રોટેકટર (૩) ઇનકમ વતા મોંઘવારી પ્રોટેકટર (૪) લાઇફ કવર વતા આવક (પ) લાઇફ કવર વતા વધતી આવક (૬) વધતુ કવર અને (૭) ઘટતુ કવર કોઇપણની પસંદ કરી શકે છે. ટર્મપ્લાનમાં આટલી બધી સુવિધા બીજી કોઇ કંપની આપતી નથી એવો દાવો તેમણે કર્યો છે.

આ ઉપરાંત મેકસ લાઇફનો સૌથી વધુ વેચાતો પ્લાન એમઆઇએપી (મંથલી ઇનકમ એડવાન્ટેજ પ્લાન છે) ૧૦ પોલીસીમાંથી પ પોલીસી આ પ્લાનમાં વેચાય છે. આમા વિમાદારે ૧૨ કે ૧૫ વર્ષ સુધી પ્રીમીયમ ભરવાનુ હોય છે પછી તેને ૧૦ વર્ષ એટલે કે ૧૨૦ મહિના સુધી દર મહિને નિશ્ચિંત રકમ મળે છે. આ ઉપરાંત પણ રર કે રપ વર્ષના અંતે કંપની વીમાની રકમ વતા બોનસ પણ ચુકવે છે. આ પ્લાન ખૂબ જ આકર્ષક બની રહ્યો છે મેકસ લાઇફના ટ્રેનીંગ મેનેજર વરૂણ ઝવેરી અને એજન્સી મેનેજર જયેશ દવેએ જણાવ્યુ હતુ કે, વધુ જાણકારી કે માર્ગદર્શન માટે હેમેન ભટ્ટ (મો. ૯૪૨૬૯ ૦૭૫૯૯)નો સંપર્ક કરવાથી મળી રહેશે.

આ રીતે બદલાતા જતા સમય સાથે વીમા કંપનીઓ લલચામણી આકર્ષક ઓફરો આપતી થઇ છે. સાથોસાથ વિમાધારકો પણ હવે માત્ર રપ હજાર, ૫૦ હજાર કે ૧ લાખના વીમાને બદલે ૫૦ લાખથી માંડીને કરોડ રૂપિયા કે તેનાથી વધુના વીમા ઉતરાવતા થઇ ગયા છે.

ભારતની સૌથી જૂની કંપની એલઆઇસી છે પણ હવે ખાનગી વીમા કંપનીઓ એલઆઇસીને ટકકર મારે એવી વીમા સ્કીમો આપતી થઇ છે. વીમો એ ધરાર લેવાનો કે ધરાર આપવાનો નથી પરંતુ આપણી સુરક્ષા આપણી ગેરહાજરીમાં આપણા પરિવારની સુરક્ષાનો વિષય છે. આથી જ હવે વીમા માટે લોકોમાં ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે.

એલઆઇસીના કેટલાક એજન્ટોએ વીમા એજન્ટની છાપ બગાડી છે, ખરાબ કરી છે પરંતુ હવે ખાનગી વીમા કંપની અને તેના એજન્ટો શકય એટલી વધુ સારી સેવા આપવા તત્પર હોય છે. આથી હવે તેમને ટાળવાની કોશીશ થતી નથી. અથવા બહુ જ ઓછી થાય છે.(૪૫.૭)

રાજકોટના હસ્તીન દવેનો ઓસ્ટ્રેલીયન એર કંપનીએ પાંચ કરોડનો વીમો લીધો છે !

રાજકોટનો હસ્તીન દવે ઓસ્ટ્રેલીયામાં પર્થમાં તે સરકારી કોન્ટાસ એરલાઇનમાં પ્રોડકશન પ્લાનર ઓફીસર છે. તેની કંપનીએ જ તેના પગાર સાથે તેનો વીમો લીધો છે. આ વીમો ૫૦ લાખ કે કરોડનો નથી પરંતુ રૂ. પાંચ કરોડનો છે. વિદેશોમાં ત્યાની કંપનીઓ તેમના ઓફીસર્સ માટે આટલી બધી ચિંતા કરતી હોય છે, તેના પ્રમાણમાં ભારતમાં સાવ નહીવત ચિંતા જોવા મળે છે !

(1:26 pm IST)