Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ત્રણ મહિનાથી બંધ છે દેશના ર૦૦થી વધારે હવાઇ રૂટ

કેટલાય શહેરો વચ્ચે હવાઇ કનેકટીવીટી નથી

નવી દિલ્હી તા. ૧૬ :.. જેટ એરવેઝ બંધ થવાથી ખાલી પડેલા હવાઇ રૂટોમાંથી ર૦૯ પર અત્યાર સુધી બીજા ઉડ્ડયનો ચાલુ નથી કરી શકાયા. જેના કારણે આ હવાઇ રૂટ હજી પણ બંધ પડયા છે. આના લીધે કેટલાય શહેરો એવા થઇ ગયા છે જેમની વચ્ચે ડાયરેકટ હવાઇ કનેકટીવીટી જ બંધ થઇ ગઇ છે.

 

ખાસ વાત તો એ છે કે જેટ એરવેઝના ખાલી પડેલા હવાઇ રૂટને હંગામી રીતે બીજી એરલાઇન્સને સોંપવા માટે એક સમિતિ બનાવાઇ હતી. જો કે અઢી મહિના વીતી જવા છતાં પણ સમિતિ આ બાકી રહેલા રૂટ પર સેવાઓ  શરૂ કરવામાં નિષ્ફળ રહી છે.

એપ્રિલ મહિનામાં જેટ એરવેઝનું પરિચાલન બંધ થયા પછી નાગરીક ઉડ્ડયન મંત્રાલયે ર૩ એપ્રિલે આ સમિતિ નીમી હતી. આ સમિતિએ જેટના ખાલી પડેલા હવાઇ રૂટસ ત્રણ મહિના માટે હંગામી ધોરણે બીજી એરલાઇન કંપનીઓને આપવાના હતાં. (પ-૧૩)

કયાં કેટલા રૂટ બંધ

એરપોર્ટ

હવાઇ રૂટ

ચેન્નાઇ

૩૪

ઇંદોર

૧૮

લખનૌ

૧ર

અલ્હાબાદ

૦૪

વારાણસી

૦૪

દેહરાદુન

૦૬

(11:42 am IST)