Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વિશ્વમાં ડિપ્રેશન ધરાવતા દેશમાં ભારત છઠ્ઠાનંબરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચિંતાજનક અહેવાલ

 

નવી દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO ) તાજેતરમાં એક ચોંકાવનારો અહેવાલ કર્યો જાહેર કર્યો છે વિશ્વભરમાં ભારત ડિપ્રેશન ધરાવતો છઠ્ઠો દેશ છે ડિપ્રશેન એક ગંભીર બિમારી છે.ત્યારે ભારત છઠ્ઠાક્રમે આવતા ચિંતાજનક છે   ભારતમાં અંદાજીત 5.6 કરોડ લોકો ડિપ્રેશનની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે અને ચિંતાથી 3.8 કરોડ લોકો પ્રભાવિત થયા છે

  . ડિપ્રેશનની ઓળખ છતી કરવા માટે વૈજ્ઞાનિકોએ વધુ એડવાન્સ ટેકનોલોજી વિકસીત કરી છે. જેને (AI) કહે છે. જે તમારા અવાજ દ્વારા નક્કી કરશે કે તમે ઉદાસ છો કે નહી જેમાં કેનેડામાં યુનિવર્સિટી ઓફ આલ્બર્ટાના વિજ્ઞાન સંશોધકોએ વોઇસ સંકેતો દ્વારા ડિપ્રેશનને ઓળખવા માટેની ટેકનોલોજીમાં ઘણો સુધારો કર્યો છે.

  મશરૂરા તાસનીમ અને પ્રોફેસર એલેની સ્ટ્રોલીયા દ્વારા ટેકનોલોજીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સૂચવે છેકે બોલતા સમયે આપણો મૂડ કેવો છે. સ્ટાન્ડર્ડ બેંચમાર્ક ડેટા સેટ્સનો ઉપયોગ કરીને, તસ્નિમ અને સ્ટ્રોઉલીયાએ કેટલાક મશીન લર્નિંગ (ML) અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને એવી પદ્ધતિ વિકસાવી હતી જે સંકેતોનો ઉપયોગ કરીને ડિપ્રેશનને વધુ ચોક્કસ રીતે ઓળખવા માટે મદદ કરે છે.

 

(12:00 am IST)