Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અલીગઢની ચાચા નહેરુ મદ્રેસામાં કોમીએકતાના અનોખા દર્શન:એક જ રૂમમાં બાળકો પૂજા અને નમાજ અદા કરે છે

પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીના પત્ની લસમાં અન્સારીના ટ્ર્સ્ટ સંચાલિત મદ્રેસા કેમ્પમાં મંદિર મસ્જિદનું થશે નિર્માણ

 

અલીગઢની  મદરેસાએ દુનિયામાં હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂર પાડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની પત્ની લસમા અંસારી તરફથી ચલાવવામાં આવતા ટ્રસ્ટ અંતર્ગત ચાલી રહેલા મદરેસામાં હિન્દૂ અને મુસ્લિમ બાળકો એક રૂમમાં પૂજા અને નમાજ અદા કરી રહ્યાં છે. મદરેસાનું નામ ચાચા નહેરુ મદરેસા છે.

ચાચા  નહેરુ મદરેસામાં મંદિર અને મસ્જિદના નિર્માણ કરવાની જાહેરાત કરી વિરોધિઓના નિશાના પર આવેલા પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની પત્ની સલમા અંસારીએ કોઇની ચિંતા કર્યા વગર બાળકો માટે પૂજા સ્થાન નક્કી કર્યું છે. રૂમમાં એક તરફ હિન્દૂ બાળકો માટે સરસ્વતીની મૂર્તિની સાથે ભગવાન હનુમાન અને ભગવાન શિવનો ફોટો મુકવામાં આવી છે. બીજી તરફના ભાગમાં મુસ્લિમ બાળકો કૂરાન પઢે છે.મદરેસા કેમ્પસમાં મંદિર-મસ્જિદનું નિર્માણ નહીં થયા ત્યાં સુધી બાળકો એક રૂમમાં પૂજા કરશે અને નમાજ અદા કરશે.

સલમા અંસારી અલીગઢમાં અલનૂર ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત ચાચા નહેરુ મદરેસા ચલાવી રહ્યાં છે. મદરેસામાં લગભગ 4 હજાર બાળકો છે તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ મદરેસામાં મંદિર અને મસ્જિદનું નિર્માણ કરશે. મંદિર બનાવવાનો નિર્ણય હિન્દૂ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્યો છે. મદરેસામાં મંદિર નિર્માણના સમાચાર મળતા લોકોએ ટિકાઓ શરૂ કરી દીધી હતી. સલમાએ કોઇની પણ ચિંતા કર્યા વગર મંદિર નિર્માણથી પહેલા હિન્દૂ બાળકો માટે પૂજાની વ્યવસ્થા કરી દીધી છે. હિન્દૂ બાળકો દીવો સળગાવી સરસ્વતીની પૂજા કરી રહ્યાં હતાબીજી તરફ મુસ્લિમ બાળકો નમાજ અદા કરી રહ્યાં હતા. બાળકો પણ વ્યવસ્થાથી ખુશ જોવા મળ્યા હતા.

(12:00 am IST)