Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

દિલ્હી અને NCRમાં પણ વરસાદ : ઇન્તજારનો અંત

અનેક વિસ્તારોમાં વરસાદથી ગરમીથી રાહત : એક સપ્તાહ મોડેથી દિલ્હીમાં મોનસુનની એન્ટ્રી થઈ હતી

નવી દિલ્હી,તા. ૧૫ : દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં પણ ભીષણ ગરમી નોંધાયા બાદ આખરે વરસાદની એન્ટ્રી થઈ છે. આજે સવારથી જ વાદળો છવાયેલા રહ્યા હતા. લોકો વરસાદ માટે રાહ જોઈ રહ્યા હતા. મોનસુને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એક સપ્તાહ માડેથી એન્ટ્રી કરી છે. પરંતુ મોનસુન કમજોર થતા લોકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતું. હવે ભારે વરસાદ થઈ રહ્યો છે. હાલમાં મોેનસુનની એન્ટ્રી થયા બાદ આસમાનમાં વરસાદી વાદળો હતો પરંતુ વરસાદ પડી રહ્યો ન હતો. જેથી લોકોને વધારે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. હવે વરસાદ પડતા લોકોને રાહત થઈ છે. આજે સવારથી જ લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રીય પાટનગરમાં વરસાદને લઈને ઇતજારનો અંત આવ્યો છે. આજે સવારમાં પણ લઘુત્તમ તાપમાન ૨૬.૬ સેલિયસ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ દિલ્હીમાં હાલમાં વરસાદી માહોલ રહી શકે છે. જોકે, હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી. ગરમીથી આંશિક રીતે રાહત થઈ છે.

(12:00 am IST)