Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઓપરેશન પાર્કિંગ મની : આઇટીનો મોટો સપાટો : ચેન્નાઈમાં 22 ઠેકાણે દરોડા : 100 કરોડ રોકડા અને 90 કિલો સોનુ જપ્ત

કોન્ટ્રાક્ટર નાગરાજન સેય્યદુરઈની કંપની એસકેજી ગ્રુપની ઓફિસો સહિતના સ્થળોએ દરોડા

ઓપરેશન પાર્કિંગ મની હેઠળ ઈન્કમટેક્સ વિભાગે ચેન્નાઈમાં દરોડા કરીને 100 કરોડ રૂપિયા રોકડા અને 90 કિલો સોનું જપ્ત કર્યું છે. આ રેડમાં ચેન્નાઈમાં રોડ કોન્ટ્રાક્ટર નાગરાજન સેય્યદુરઈની કંપની એસકેજી ગ્રુપની ઓફિસો સહિતના સ્થળો ઝપટે ચડ્યા હતા  ઈન્કમ ટેક્સ વિભાગે સવારે સાડા છ વાગે 'ઓપરેશન પાર્કિંગ મની' નામથી ઓપરેશન શરૂ કર્યું હતું તમિલનાડૂમાં 22 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

   રેડ સાથે જાડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, 'લગભગ 100 કરોડ કેશ મળી છે, જેનું સંભવત: કોઈ જ રેકોર્ડ નથી. રેડ હજું પણ ચાલું છે. આ ઓપરેશન ઈન્કમટેક્સ વિભાગની ચેન્નાઈ તપાસ ટીમ ચલાવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, રોકડ રકમ બેગમાં ભરીને પાર્કિંગમાં મૂકવામાં આવેલી કારમાં રાખવામાં આવી હતી.

   અધિકારીઓએ જણાવ્યું કે, કુલ 22 ઠેકાણે છાપા મારવામાં આવ્યા છે. જેમાંથી 17 ચેન્નાઈ, 4 અરૂપ્પુકોટ્ટઈ અને એક વેલ્લોરના કટપડીમાં છે. તપાસ મંગળવારે પણ ચાલું રહેવાની સંભાવના છે.

(1:26 am IST)