Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે : રાહુલના મતને ટેકો

કોંગ્રેસ સાંપ્રદાયિક પાર્ટી : જાવડેકર

નવી દિલ્હી,તા. ૧૬ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મુસ્લિમ બુદ્ધિજીવીઓની વચ્ચે કોંગ્રેસ પાર્ટીને મુસ્લિમોની પાર્ટી દર્શાવવાને લઈને વિવાદ હજુ શાંત થઈ રહ્યો નથી. કોંગ્રેસે ભલે ઉર્દુ અખબારના અહેવાલને ફગાવી દીધો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લિમોની પાર્ટી તરીકે ગણાવી હતી પરંતુ હવે એજ અખબારમાં કોંગ્રેસના લઘુમતી મોરચાના પ્રમુખ નદીમ જાવેદના ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લિમોની પાર્ટી ગણાવી હતી. બીજી બાજુ ભાજપે પણ આ તકને હાથમાંથી નહીં જવા દેવાની આગાહી કરી લીધી છે.

ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે કોંગ્રેસના આરોપોને ફગાવી દેવાની બાબત તેના પાખંડને રજુ કરે છે. જાવડેકરે કહ્યું હતું કે કોંગ્રેસ એક ઘોર સાંપ્રદાયિક પાર્ટી છે. ભાજપ નેતાએ કોંગ્રેસની નેતા શશી થરૂર ઉપર પણ પ્રહારો કર્યા હતા. થરૂરે હાલમાં જ હિન્દુ પાકિસ્તાનની વાત કરી હતી. ભાજપ નેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કેરળમાં કોંગ્રેસે રામાયણના સંદર્ભમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ આ કાર્યક્રમને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો.

(7:10 pm IST)
  • બાદલ પરિવારે હેલીકૉપટર યાત્રામાં 121 કરોડ ઉડાવ્યા : મુખ્યમંત્રી અમરિન્દરસિંહ પાસે તપાસની માંગ કરશે નવજોતસિંહ સિદ્ધુ : કોંગ્રેસ ધારાસભ્ય સંગતસિંહ ગિલજીયાનના પુત્ર દલજિતસિંહ ગિલજીયાની દ્વારા કરાયેલ એક આરટીઆઈ હેઠળ બાદલ પરિવારની હવાઈ યાત્રાના ખર્ચ બાબતે આ ખુલાસો થયો છે. access_time 1:06 am IST

  • બાંગ્લાદેશે આપ્યું આશ્વાશન ;પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદ ગતિવિધિઓ માટે નહિ થવા દેશે નહીં: બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજજમાં ખાને ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે સુરક્ષા સબંધી મુદ્દે ચર્ચા વેળાએ આ વાત કહી હતી. access_time 1:18 am IST

  • વેરાવળ-દેલવાડા ટ્રેન હડમળિયા પાસે અટવાઇ:ઉના આવતી મીટરગેજ લાઇન ધોવાઇ:ઉના-તાલાલા ટ્રેનમાં મુસાફરો મોજુદ : NDRFની ટીમ મદદ માટે રવાના access_time 1:29 am IST