Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

કુમારસ્વામી 'શ્રેષ્ઠ અભિનેતા' : સામાન્ય લોકોને બનાવી રહ્યા છે મૂર્ખ

કુમાર સ્વામીના અત્યંત ભાવુક ભાષણનો ભાજપે આપ્યો વળતો જવાબ

નવીદિલ્હી, તા.૧૬:  એસડી કુમાર સ્વામીના અત્યંત ભાવુક ભાષણ જેમા તેઓએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદ પર ખુશ નથી. અને શંકરની જેમ વિષપાન કરી રહ્યા છે. તેના પર વિપક્ષી ભાજપે કુમાર સ્વામી પર કટાક્ષ કરીને તેને શાનદાર અભિનેતા ગણાવ્યા ભાજપે આરોપ મુકયો કે કુમાર સ્વામી સામાન્ય લોકોને મુર્ખ બનાવી રહ્યા છે.

પક્ષે કુમાર સ્વામીની એક વિડિયો કિલપ ટેગ કરીને કહ્યું, આપણા દેશે પ્રતિભાવાન અભિનેતા પેદા કર્યા છે તે અભિનેતાઓએ તેમના શાનદાર પ્રદર્શનથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દિધા છે. કુમાર સ્વામી તરીકે દેશમાં એક શાનદાર અભિનેતા છે એવા અભિનેતા કે જેને તેના ગજબના અભિનય કૌશલથી સામાન્ય લોકોને હંમેશા મુર્ખ બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે જેડીએસ દ્વારા કુમાર સ્વામીના અભિનંદન માટે આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરીને મુખ્યમંત્રી ભાવુક થઇ ગયા અને અશ્રુભીની આંખોથી કહ્યું   તમે બધા ખુશ છો કે તમારો નાનો કે મોટો ભાઇ મુખ્યમંત્રી બની ગયો છે, પરંતુ હું ખુશ નથી તેઓ એ કહ્યું હું શિવની જેમ ઝેરના ઘુંટડા ભરી રહ્યો છું.

મુખ્યમંત્રીની આંખો માંથી આંસુ નિકળતાની સાથે જ પક્ષ કાર્યકર્તાઓઓ અને સમર્થકોની ભીડે બુલંદ અવાજમાં કહ્યું, અમે તમારી સાથે છીએ કુમાર સ્વામીએ કહ્યું વિધાનસભા ચુંટણી પહેલા તેઓએ લોકોને કહ્યું હતું કે તેઓને મુખ્યમંત્રી બનાવો કે જેથી એવી જનસમર્થ સરકાર બને જે ખેડુતો, ગરીબો, અને જરૂરીયાત મંદોને મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે પરંતુ તેઓએ મારા પર વિશ્વાસ દેખાડયો નહિ.

(4:02 pm IST)