Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ચાંદ - તારાવાળા લીલા ઝંડા પર પ્રતિબંધ લગાવવાની અરજી પર SCએ માંગ્યો કેન્દ્ર પાસે જવાબ

કોર્ટે ઉત્તર પ્રદેશ શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની જનહિત અરજીનો સ્વીકાર કર્યો

નવી દિલ્હી તા. ૧૬ : સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે તે ચાંદ-સિતારાવાળા લીલા ઝંડાને બેન કરવાની અરજી પર પોતાનો જવાબ આપે. જસ્ટિસ એકે સિકરીની અધ્યક્ષતાવાળી બે જજોની પીઠે સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, તે અઠવાડિયામાં કેન્દ્ર સરકારનું વલણ જણાવે. તેની સાથે કોર્ટે ઉત્ત્।ર પ્રદેશ શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની જનહિત અરજીનો સ્વીકાર કર્યો જેમાં તેમને લીલા રંગના ચાંદ-સિતારોવાળા ઝંડાને આખા ભારતમાં બેન કરવાની માંગ કરી હતી. રિજવીએ આ અરજી ૧૭ એપ્રિલે દાખલ કરી હતી.

રિજવીનું કહેવું છે કે, આ ઝંડા પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજ સાથે મળતો આવે છે. અમુક મૌલવિયોએ ખોટી રીતે આ ઝંડાને ઈસ્લામ સાથે જોડી દીધો છે, જયારે તેનો ઈસ્લામ સાથે કોઈ લેવા નથી. તેમને કહ્યું કે, આ ઝંડાના કારણે ઘણી વખત સાંપ્રદાયિક તણાવ ફેલાય છે અને બે સમુદાયોની વચ્ચે અંતર વધે છે. એટલા માટે આ ઝંડાને બેન કરી દેવો જોઈએ. દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે પેગમ્બર સાહબ પોતાના કાફલામાં સફેદ અથવા કાળા રંગના ઝંડાનો ઉપયોગ કરતા હતા.

રિજવીએ કહ્યું, હું સુપ્રીમ કોર્ટથી ચાંદ-સિતારાવાળા લીલા ઝંડા પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે, કારણ કે આ ઝંડો પાકિસ્તાન અને મુસ્લિમ લીગના ઝંડા સાથે મળતો આવે છે. વસીમ રિજવીનું કહેવું છે કે, અડધો ચાંદ અને તારાનું નિશાનવાળો આ લીલો ઝંડો ૧૯૦૬માં આઝાદી પહેલા જૂની મુસ્લિમ લીગના વકાર ઉલ માલી અને મોહમ્મદ અલી જિન્નાએ ઈજાદ કર્યું હતું.(૨૧.૩૪)

(3:53 pm IST)