Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઉતરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી તબાહીઃ રાહત-બચાવ કામગીરી શરૂ

અનેક લોકો બેઘરઃ પશુઓ તણાયાઃ વાહન વ્યાવહાર ઠપ

ચમોલી, તા.૧૬: ઉતરાખંડના ચમોલી જીલ્લામાં વાદળ ફાટવાથી આઇઆએસ ટીમ રાહત બચાવમાં લાગી છે. થરાલી બ્લોકના ધારડબગડમા વ્હેલી સવારે ૩ વાગ્યે વાદળ ફાટવાથી ૧૦ દુકાનો, ૩ બોલેરો, ૧ મેકસ, ૨ કાર, ૩ બાઇક તણાયાની સુચના મળી છે.

જિલાધિકારી આશીષ જોશીએ દરેક જિલ્લા સ્તરીય આઇઆરએસ ટીમના અધિકારીઓની સાથે સવારે ૮ વાગ્યે જિલ્લા આપાત તાલીન પરિપાલન કેન્દ્રમાં સ્થિતિની સમીક્ષા કરીને થરાળી આઇઆએસ ટીમને રાહત બચાવ માટે રવાના થવાના આદેશ આપ્યા.

ઘાટ બ્લોકના કુંડીમાં ૫ પરિવાર બેધર થયા અને પશુઓ ગૌશાળામાં દબાય જયાની સુચના મળી છે. બીજી બાજુ ચટવા પી પીલની પાસે ભુસ્ખલનથી વાહન વ્યવહાર ઠા૫ થઇ ગયો છે. ડીએમ પરાળી તેમજ ઘાટ એસડી એમને રેસ્કયુ ટીમની સાથે ઘટના સ્થળે સ્થિતિની સમીક્ષાના આદેશ આપ્યા છે. જરૂર પડશેતો એનડીઆરએફની ટીમ મોકલાશે.

(3:51 pm IST)