Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દિલ્હીમાં એર હોસ્ટેસની મોત મામલે દહેજ ઉત્પીડનનો કેસ નોંધાયો

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં ઘરના ત્રીજા માળેથી પડીને એક એર હોસ્ટેસનું મોત નીપજ્યું છે  મહિલાના પતિ ઘ્વારા આત્મહત્યા વિશેનો દાવો કરવામાં આવ્યો છે. જયારે મહિલાના પરિવારે પોતાના દામાદ પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે અને તેને એક હત્યા ગણાવી છે. એર હોસ્ટેજનાં પરિવારજનોના આરોપ બાદ પોલીસ દ્વારા આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ મામલો નોંધી લેવામાં આવ્યો છે. આ મામલે હજુ સુધી કોઈ પણ ધરપકડ નથી કરવામાં આવી

(12:54 pm IST)