Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મુંબઇનું મોડકસાગર સરોવર પણ છલકાયું:બીજું તળાવ ઓવરફ્લો થતા પીવાના પાણીમાં રાહત

મુંબઈ :મહાનગર મુંબઈને પીવાનું પાણી પૂરું પાડનાર કુલ સાત જળાશયોમાં એક વધુ તળાવ, મોડકસાગર પણ ચોમાસાનાં સતત ભારે વરસાદને પગલે છલકાઈ ગયું છે. આ મોસમમાં મુંબઈનું આ બીજું તળાવ છલકાયું છે. સૌથી નાનું તુલસી તળાવ ગયા અઠવાડિયે છલકાઈ ગયું હતું. અન્ય પાંચ જળાશયો ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, વિહાર અને તાનસામાં પણ વરસાદના પાણીની ઘણી સારી આવક થઈ છે.

(12:37 pm IST)