Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૭ કંપનીઓ આ મહિનામાં રૂા. ૧૪,૦૦૦ કરોડના IPO લાવશે

લોઢા ડેવલપર્સ રૂા. ૫૫૦ કરોડ, HDFC મ્‍યુચ્‍યુઅલ ફંડ રૂા. ૩૫૦૦ કરોડ એકત્ર કરશે

નવી દિલ્‍હી તા. ૧૬ : દલાલ સ્‍ટ્રીટમાં આ મહિને આઈપીઓની વણઝાર થવાની છે. ઓછામાં ઓછી સાત કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશવા જઈ રહી છે. લોઢા ડેવલપર્સ અને એચડીએફસી મ્‍યુચ્‍યુઅલ ફંડ સહિતની સાત કંપનીઓ બજારમાંથી આ મહિને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે. આ તમામ કંપનીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે. આગામી સપ્તાહમાં સૌપ્રથમ આઈપીઓ ટીસીએનએસ ક્‍લોધિંગનો આવી રહ્યો છે. ડબ્‍લ્‍યુ, ઓરેલિયા, વિશફુલ બ્રાન્‍ડસ વગેરે બ્રાન્‍ડથી ક્‍લોધિંગનું વેચાણ કરતી આ કંપની આઈપીઓ મારફતે ૧૧૨૫ કરોડ રૂપિયા એકત્ર કરશે. ત્‍યાર પછી અન્‍ય કંપનીઓના આઈપીઓ આવશે, જેમાં લોઢા ડેવલપર્સ, એચડીએફસી મ્‍યુચ્‍યુઅલ ફંડ, નેક્કાંતી સી ફૂડ્‍સ, ફલેમિંગો ટ્રાવેલ રિટેલ, પટેલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને જીનિયસ કન્‍સલ્‍ટન્‍ટ્‍સનો સમાવેશ છે.

લોઢા ડેવલપર્સ આઈપીઓ મારફતે ૫૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે. તેમાં ૩૭૫૦ કરોડ રૂપિયાની ફ્રેશ ઈક્‍વિટી રહેશે અને પ્રમોટરો ૧.૮ કરોડ શેર વેચશે. પ્રી-આઈપીઓ રૂટથી કંપની ૭૫૦ કરોડ રૂપિયા એકત્ર કરશે. આ માટે તે ૯૫ લાખ શેર ફાળવશે.

દેશના સૌથી એચડીએફસી મ્‍યુચ્‍યુઅલ ફંડની કંપની એચડીએફસી એસેટે મેનેજમેન્‍ટ કંપનીનો આઈપીઓ ૩૫૦૦ કરોડનો છે. ફંડ ૨.૫૪ કરોડ ઈક્‍વિટી શેર ઓફર કરશે.

ટ્રાવેલ રિટેલ ઓપરેટર ફલેમિંગોએ આઈપીઓ મારફતે ૨૪૨૩ કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્‍વિટી શેર ઓફર કરશે. કુલ તે ૨૬૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે તેમ મનાય છે. તે ૧૧,૨૯,૫૦૦ ઈક્‍વિટી શેર તેની સબસિડરી ફલેમિંગો ડ્‍યૂટી ફ્રી શોપ મુંબઈ પ્રાઈવેટ લિમિટેડ મારફતે ઓફર કરશે.

નેક્કાંતી સી ફૂડ્‍ઝનો આઈપીઓ ૭૫૦ કરોડ રૂપિયાનો છે, જેમાં ૨૫૦ કરોડ રૂપિયાની ફ્રેશ ઈક્‍વિટી રહેશે. પટેલ ઈન્‍ફ્રાનો આઈપીઓ ૪૦૦ કરોડ રૂપિયાનો છે, જયારે જીનિયરસ કન્‍સલ્‍ટન્‍ટ્‍સનો આઈપીઓ ૧૭૦ કરોડ રૂપિયાનો છે.

(12:29 pm IST)