Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઇન્ટરનેટ સ્પીડ મામલે પાકિસ્તાન અને શ્રીલંકાથી પણ ભારત પાછળ

ભારતમાં 4G નેટવર્ક હોવા છતાં ઇન્ટરનેટ બફરીંગની સમસ્યા આવે છે : ભારત કરતા આ ગરીબ દેશો આગળ

કોલકાતા તા. ૧૬ : દેશમાં જયારે મોબાઈલ ઈન્ટરનેટની વાત થાય ત્યારે ચર્ચા 4G ડેટા સ્પીડની શરુઆત થાય છે. પણ ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ માટે બફરિંગની સમસ્યા આજે પણ છે. દુનિયાના બીજા દેશોમાં ઈન્ટરનેટ યુઝર્સ માટે બફરિંગની સમસ્યા નહીવત જેવી છે, પણ ભારતમાં 4G નેટવર્ક હોવા છતાં ઈન્ટરનેટ બફરિંગની સમસ્યા આવે છે. ઈન્ટરનેટ સ્પીડના મામલે ભારત કરતા પાડોશી દેશ પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર આગળ છે. આ દેશની ઈન્ટરનેટ સ્પીડ ડબલ છે.

હાલ આપણા દેશમાં હાલ 4G LTE (લોંગ ટર્મ ઈવોલ્યુશન)ની ટકાવારીની વાત કરીએ તો આજે પણ 6.1Mbps પર જ છે, જયારે દુનિયાના બાકીના દેશોની વાત કરીએ તો તેમની સ્પીડ આપણા કરતા ડબલ છે. આપણા દેશની ઈન્ટરનેટ સ્પીડની સરખામણી ગ્લોબલ સ્પીડ સાથે કરવામાં આવે તો તે લગભ બે તૃતિઆંસ પાછળ છે. મોબાઈલ ડેટા સ્પીડની ગ્લોબલ એવરેજ 17Mbps છે.

આજે આપણા દેશમાં ઈન્ટરનેટ સર્વિસ કંપની પ્રોવાઈડર કંપનીઓ 4Gથી આગળ વધીને 5Gની વાત કરી રહ્યા છે. ઘરેલું બ્રોડબેન્ડ માટે ફાઈબર-બેઝડ પર આધારિત કંપનીઓ ભવિષ્યમાં 100Mbps સ્પીડ આપવાનો દાવો કરે છે. ડેટાની દુનિયામાં હંમેશા વ્યસ્ત રહેનારા લોકો માટે આ સારી ખબર હોઈ શકે છે. પણ ઈન્ટરનેટ સ્પીડ મામલામાં હાલ આપણે પાડોશી દેશ પાકિસ્તાન અને શ્રીલંકા કરતા પણ પાછળ છીએ.

યુકેની ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટર કંપની ઓપનસિગ્નલના ટેસ્ટ પ્રમાણે જો ભારતની 4G ડેટા સ્પીડની સરખામણી પાડોશી દેશ શ્રીલંકા (13.95Mbps), પાકિસ્તાન (13.56Mbps) અને મ્યાનમાર (15.56Mbps)ની સામે આપણી સ્પીડ અડધી પણ નથી. આ દેશ વિકસિત બજારો વિકિસત બજારોમાં ઘણાં પાછળ ગણાયા છે, પણ ઈન્ટરનેટ સ્પીડ મામલે દુનિયાના અગ્રણી દેશોની નજીક છે. જો દુનિયા અગ્રણી દેશોમાં ઈન્ટરનેટ યુઝર્સને મળતી સ્પીડની વાત કરીએ તો અમેરિકામાં (16.31Mbps), યુકેમાં (23.11Mbps) અને જાપાનમાં (25.39Mbps)ની સ્પીડ પ્રોવાઈડ કરવામાં આવે છે.

અમેરિકાની ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટર કંપની ઓકલા (Ookla)ની વાત કરીએ તો ઈન્ટરનેટ સ્પીડ મામલે આ કંપનીએ દુનિયાનના ૧૨૪ દેશોનું રેકિંગ લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં ભારત ૧૦૯મા સ્થાન પર છે. જે લગભગ આ લિસ્ટમાં અંતિમ તબક્કામાં દેખાઈ રહ્યું છે. ઓકલાના આંકડા દુનિયાભરમાં રહેલી 2G, 3G અને 4G સ્પીડ પર ટેસ્ટ કરીને નિષ્કર્ષ કરાયેલા ડેટા છે. ભારતમાં ઈન્ટરનેટ ડાઉનલોડિંગની સરેરાશ સ્પીડ 9.12Mbps છે, જયારે વૈશ્વિક સરેરાશ સ્પીડ (23.54Mbps) ઘણી વધુ છે.

ઓપનસિગ્નલના વિશ્લેષક પીટર બોયલેન્ડે જણાવ્યું કે ભારતમાં ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોવાનું મુખ્ય કારણ સ્માર્ટફોન ક્ષેત્રમાં આવી રહેલી મહાક્રાંતી પણ છે. ભારતમાં સતત દર મહિને લાખો નવા યુઝર્સ ઈન્ટરનેટ સાથે જોડાઈ રહ્યા છે. જેમાં ઈન્ટરનેટ સ્પીડ બનાવી રાખવાનું દબાણ વધી જાય છે.

ઓકલાના સ્પોકપર્સન એડરિયાન બલ્મે કહ્યું કે, ભારતમાં ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે વસ્તીવાળા વિસ્તારમાં ઈન્ટરનેટ સ્પીડ આપવામાં આવે છે. આટલી ભારે ડિમાન્ડના સ્તર પર જયારે ઉપભોકતાને ડેટા સ્પીડ આપવામાં આવે છે, તો તેની પૂર્તિ કરવી એક પડકાર છે.(૨૧.૮)

(11:43 am IST)