Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સંસદના આગામી સત્રમાં મોદી સરકારને ભીડવવાની તૈયારીઓ શરૂ: સવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગી આગેવાનોની મિટિંગ: સાંજે વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદની અધ્યક્ષતામાં વિપક્ષ નેતાઓની બેઠક

 ન્યુદિલ્હી:  સંસદના આગામી સત્રમાં મોદી સરકારને ભીડવવા કોંગ્રેસ સહીત વિપક્ષોએ તૈયારીઓ  શરૂ કરી દીધી છે. જે મુજબ આજે સવારે 10,જનપથ ખાતે સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસી આગેવાનોની બેઠક નું આયોજન છે.તે જ પ્રમાણે સાંજે વિપક્ષ નેતા ગુલાબ નબી આઝાદના અધ્યક્ષસ્થાને વિપક્ષો એકઠા થઇ રાજનીતિ નક્કી કરશે તેવું જાણવા મળે છે.

(11:07 am IST)