Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અમદાવાદની જેલના ભજીયા જેટલું જ પ્રખ્‍યાત છે શિમલા જેલનું ખાવાનું!

જેલનું ફૂડ ખાવા માટે ઉમટે લોકોની ભીડ : કેદીઓને કમાવવા માટે જેલની બહાર જવા પરવાનગી

શિમલા તા. ૧૬ : લંચના સમયે શિમલાના ઈન્‍દિરા ગાંધી મેડિકલ કોલેજ પાસે ભીડ જામે છે. ભૂપિંદર સિંહ ૨૫ રૂપિયામાં એક મોબાઈલ વેનથી દાળ-ભાત અને રાજમા આપી રહ્યા છે. જોકે અહીં ખાઈ રહેલા ઘણા ઓછા લોકોને ખબર છે કે તેઓ શ્નજેલનું ફૂડઙ્ખખાઈ રહ્યા છે. આ વિશે ભૂપેન્‍દર સિંહ પોતાનો અનુભવ જણાવતા કહે છે, જયારે અમે તેમને કહીએ છીએ કે તેઓ જેલના કેદી છે, તો લોકો સવાલ પૂછે છે, તમે બહાર કેવી રીતે આવ્‍યા?

ભૂપિન્‍દર કૈથૂ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેને ૨૦૦૦માં પત્‍નીને આત્‍મહત્‍યા માટે ઉત્‍સાવવાના મામલામાં દોષી જાહેર કરાયો હતો. તે હિમાચલ પ્રદેશના એવા ૧૫૦ કેદીઓમાં શામેલ છે જે ખુલી જેલ વ્‍યવસ્‍થાનો હિસ્‍સો છે. તેમને જેલ પરિસર બહાર જવા અને પૈસા કમાવીને રાત્રે પાછા આવવાની અનુમતિ છે.

આ કેદી ફેક્‍ટરીમાં કામ કરે છે, ભણાવે છે અને મોબાઈલ લંચ વેન ચલાવે છે. ઘણા તો એવા પણ છે જે શહેરમાં બનેલા કેફેમાં કામ કરે છે. પાછલા વર્ષે ખુલેલું ધ બુક કાફે હવે સ્‍થાનિક લોકોનું લોકપ્રિય બની ગયું છે. મોટી સંખ્‍યામાં લોકો ચા અને કોફી પીવા માટે અહીં આવે છે. પત્‍ની હત્‍યાના ગુનામાં સજા ભોગવી રહેલા જય ચંદ અને અન્‍ય કેદીઓની મદદથી આ કેફે ચાલે છે.

ત્‍યારે જેલની બેકીરમાં તૈયાર થયેલા બિસ્‍કીટ વેચનારા રામ લાલ પણ હત્‍યાના ગુનામાં દોષી છે અને ૧૮ વર્ષનો જેલવાસ ભોગવી રહ્યા છે. તે બે વર્ષ પહેલા જેલની બહાર નીકળ્‍યા હતા. હવે લોકોને મળી વાતચીત કરવાના કારણે તેમણે તણાવ ઓછો થઈ ગયો છે.

હિમાચલ પ્રદેશના ડીજીપી સોમેશ ગોયલ ઘણીવાર કહે છે, ‘ખાલી દિમાગ, શેતાન કા ઘર'. આથી અમે ઓપન જેલ વ્‍યવસ્‍થા શરૂ કરવાનો વિચાર આવ્‍યો. તેમણે કહ્યું કે, એક ગુનેગારને કેદમાં રાખવો ન્‍યાયનો મહત્‍વપૂર્ણ હિસ્‍સો છે, પરંતુ આપણે ગુનેગારો સાથે માનવતાપૂર્ણ વ્‍યવહાર કરવો જોઈએ અને તેમને એવા નાગરિક બનાવવા જોઈએ, જે પોતાનું ભરણ-પોષણ કરી શકે.

(10:27 am IST)