Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૧૨૧.૭૫ કરોડ લોકો પાસે આધારઃ હવે બાળકોને આવરી લેવાશે

આધારની સંખ્‍યા ૨૦૧૧ની વસ્‍તીને પાર કરી ગઈઃ અત્‍યારે ૧૨ કરોડ બાળકો પાસે આધાર નથી હવે બાળકો તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કરાશે

નવી દિલ્‍હી, તા. ૧૬ :. આધારકાર્ડ રાખનારા ભારતીયોની સંખ્‍યા ઝડપથી વધી રહી છે. છેલ્લા આંકડા અનુસાર દેશમાં તેની સંખ્‍યા ૨૦૧૧ની વસ્‍તીને પાર કરી ગઈ છે. જો ૨૦૧૮માં દેશની અનુમાનીત જનસંખ્‍યાની તુલના કરીએ તો આજે લગભગ ૯૨ ટકા લોકો અને લગભગ બધા પુખ્‍તવયના લોકો પાસે આધાર છે.

૨૦૧૧ની વસ્‍તી ગણતરી મુજબ દેશની વસ્‍તી ૧૨૧.૦૮ કરોડ હતી તો આ વર્ષે ૧૫ જુલાઈ સુધી ૧૨૧.૭૫ કરોડ લોકો આધાર માટે એનરોલમેન્‍ટ કરાવી ચૂકયા હતા. યુનીક આઈડેન્‍ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્‍ડીયાનુ કહેવુ છે કે, અત્‍યારે દેશની વસ્‍તી ૧૩૩.૫૦ કરોડ હોવાનું અનુમાન છે. એક સરકારી અધિકારીના કહેવા મુજબ આપણી ગણતરી અનુસાર દેશના લગભગ બધા પુખ્‍તવયના લોકો પાસે આધાર છે. માત્ર ૩૫ લાખ સગીરો બાકી રહ્યા છે જેમણે હજુ સુધી એનરોલમેન્‍ટ નથી કરાવ્‍યું. આમાથી મોટાભાગના આસામ અને મેઘાલયના છે. જ્‍યાં આધારને લઈને કામ ધીમુ છે.

ઓથોરીટી હવે ૧૮થી ઓછી ઉંમરના બાળકોના એનરોલમેન્‍ટ ઉપર ધ્‍યાન આપી રહ્યુ છે. અત્‍યારે લગભગ ૧૨ કરોડ બાળકો પાસે આધાર નથી.

(10:20 am IST)