Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જમ્મુ-કાશ્મીરના ભાજપના ધારાસભ્ય પર લગ્નેતર સબંધનો પત્નીએ લગાવ્યો આરોપ : પીએમ પાસે ન્યાયની માંગણી

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરમાં ભાજપનાં એક ધારાસભ્યની પત્નીએ પોતાનાં પતિ પર એક કોલેજ વિદ્યાર્થીની સાથે વિવાહોત્તર સંબંધ રાખવા અને તેની સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે આ પ્રકરમાં ધારાસભ્ય પાર્ટીની અનુશાસન સમિતીની સામે રજુ થઇ ચુક્યા છે. ધારાસભ્યની પત્નીએ વડાપ્રધાન પાસે ન્યાયની માંગ કરી છે. જમ્મુ જિલ્લાની આરએસ પુરા સીટથી ભાજપના ધારાસભ્ય ગગન ભગત પર તેની પત્ની મોનિકા શર્માએ આરોપ લગાવ્યો કે તે વિદ્યાર્થીની સાથે રહી રહી છે. 

  મોનિકા ભાજપની મહિલા શાખાના પ્રદેશ સચિવ પણ છે. મોનિકાએ કહ્યું કે, તેની પાસે તે મહિલાનું આધારકાર્ડ પણ છે જેમાં તેના પતિએ કોલમમાં ગગન ભગતનું નામ લખેલું છે. વિદ્યાર્થીનીના પિતા પણ ભગત પર પંજાબની એક કોલેજથી તેની પુત્રીનું અપહરણ કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. વિદ્યાર્થીનીનાં પિતા પુર્વ સૈનિક છે. વિદ્યાર્થીની અને ધારાસભ્યએ આરોપોનો ઇન્કાર કરી દીધો છે. પોતાને બદમાન કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

(12:00 am IST)