Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

FIFA વર્લ્ડકપ 2018નો શહેનશાહ બનતું ફ્રાન્સ - ક્રોએશિયાને 4-2થી કચડીને બીજી વખત બન્યું ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન

20 વર્ષ બાદ ફ્રાન્સ ફરીવાર વિશ્વ વિજેતા બન્યું : ક્રોએશિયા પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું હતું

માસ્કોઃ ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે ફાઇનલ જંગમાં ફ્રાન્સનો વિજય થતા ફ્રાન્સ ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું છે ફ્રાન્સે ક્રોએશિયાને 4-2થી કચડીને ટાઇટલ કબજે કર્યું છે. 1998 બાદ ફ્રાન્સ ફરીવાર વિશ્વ વિજેતા બન્યું છે ફ્રાન્સ 2006ના ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ હાર્યું હતું. બીજીતરફ ક્રોએશિયા પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું હતું. 

  ગત વિશ્વકપ 90 મિનિટથી વધુ સમય બાદ સમાપ્ત થયા હતા. 2002 બાદ વિશ્વકપની ફાઇનલ નક્કી કરેલા સમયમાં સમાપ્ત થઈ છે. આ વિશ્વકપમાં કુલ 169 ગોલ થયા છે. છેલ્લા 4 ફાઇનલ મેચ મેળવીને માત્ર 6 ગોલ થયા હતા. પરંતુ આજની ફાઇનલમાં 6 ગોલ થયા છે. 

  ફ્રાન્સના ખેલાડીઓએ શાનદાર રમત રમી હતી. પ્રથમ હાફમાં 2-1ની લીડ મેળવી. બીજા હાફમાં ફ્રાન્સ વધુ હાવી થયું અને ઉપરા-ઉપરી બે ગોલ કરીને લીડ 4-1ની કરી લીધી. ત્યારબાદ ક્રોએશિયાએ એક ગોલ કરીને અંતર 4-2 કર્યું હતું.

(12:00 am IST)