Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

૨ ફિલ્મી ડાયલોગના કારણે મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં? પોલીસે ૪૫ મિનિટ સુધી કરી પૂછપરછ

ભડકાઉ ભાષણ મામલે કોલકાતા પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીની વર્ચ્યુઅલ રીતે પૂછપરછ કરી

કોલકાતા, તા.૧૬: ભડકાઉ ભાષણ મામલે કોલકાતા પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીની વર્ચ્યુઅલ રીતે પૂછપરછ કરી. કોલકાતા પોલીસના અધિકારીઓએ મિથુનની લગભગ ૪૫ મિનિટ સુધી પૂછપરછ કરી.

મિથુન ચક્રવર્તીએ આ અગાઉ કોલકાતા હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા અને આઈપીસીની કલમ ૫૦૪, ૫૦૫, ૧૫૩એ, ૧૨૦બી હેઠળ તેમના વિરુદ્ઘ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માગણી કરી હતી. જો કે કોર્ટે તેમને તપાસમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થવાનું કહ્યું હતું.

અત્રે જણાવવાનું કે મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન આયોજિત રેલીમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. ત્યારબાદ કોલકાતાના માનિકતલ્લા પોલીસ મથકમાં તેમના વિરુદ્ઘ એફઆઈઆર નોંધાવવામાં આવી.

માણિકતલ્લા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરમાં દાવો કરાયો છે કે ૭ માર્ચના રોજ આયોજિત રેલીમાં મિથુન ચક્રવર્તીએ મારબો એકહને લાશ પોરબે શોશાને (તમને અહીં મારીશ તો લાશ સ્મશાનમાં પડશે) અને એક છોબોલે છોબી (સાંપના એક દંશથી તમે તસવીરમાં કેદ થઈ જશો) કહ્યું હતું. અત્રે જણાવવાનું કે બંને ફિલ્મી ડાયલોગ છે અને તેના કારણે હવે મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં આવી ગયા છે.

(4:05 pm IST)