Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

દેશમાં જૂઠાણાની નહીં, સંપૂર્ણ રસીકરણની જરૂર છે : રાહુલ ગાંધી

વેકસીનની અછતને છૂપાવવા ભાજપા ખોટુ બોલે છે

નવી દિલ્હી, તા.૧૬ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે ભારતમાં તાત્કાલીક  અને સંપૂર્ણ રસીકરણની જરૂર છે, રસીની અછતને છુપાવવા માટે ભાજપાના જુઠાણાઓ અને નારાબાજીની નહીં છબીને બચાવવાની કોશિષ કરી રહી છે. અને તેના લીધે સંક્રમણ વધવાની સાથે લોકોની જીંદગી પર જોખમનો વધારો થઇ રહ્યો છે.

દેશમાં મહામારીની બીજી લહેરના કારણે મચેલ હાહાકાર વચ્ચે રાહુલે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે પોતાના ટવીટમાં સરકારના એક રીપોર્ટને પણ ટેગ કર્યો જેમાં વૈજ્ઞાનિકોની સલાહ લીધા વગર એસ્ટ્રેજેનેકા રસીના બે ડોઝ વચ્ચેના અંતરને બમણું કરી દેવાયું છે.

(3:34 pm IST)