Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ડેકકન ચાર્જસને રૂ.૪૮૦૦ કરોડ ચુકવવા પડશે નહિઃ બોમ્બે હાઇકોર્ટે BCCI ને આપી મોટી રાહત

BCCI એ ડેકકન ચાર્જસનો કરાર રદ કરી નાખતા હૈદ્રાબાદની આ ફ્રેન્ચાઇઝીએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. બીસીસીઆઈએ હવે ડેક્કન ચાર્જર્સને ૪૮૦૦ કરોડ રૂપિયા ચૂકવવા પડશે નહીં. ગયા વર્ષે બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ જી.એસ.પટેલની ખંડપીઠે લવાદીના આદેશને બાજુએ રાખ્યો હતો, જેણે બીસીસીઆઈને દંડ તરીકે ડેક્કન ચાર્જર્સને ,૪૮૦૦ કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ૨૦૦૯) નો ખિતાબ જીતનાર ફ્રેન્ચાઇઝી ડેક્કન ચાર્જર્સે બીસીસીઆઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો કે, તેમને ગેરવાજબી રૂપે આઈપીએલમાંથી હટાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ મામલો વર્ષ ૨૦૧૨નો છે, જ્યારે બીસીસીઆઈએ ડેક્કન ચાર્જર્સનો કરાર રદ કર્યો હતો. હૈદરાબાદની આ ફ્રેંચાઇઝીએ બીસીસીઆઈના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. ડેક્કન ચાર્જર્સે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો અને કોર્ટે આ મામલાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ સી.કે. ઠક્કરને લવાદી તરીકે નિયુકત કર્યા હતા. આર્બીટ્રેરે આ મામલે ડેક્કન ચાર્જર્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સુનાવણી દરમિયાન ડેક્કન ચાર્જર્સે ૬૦૪૬ કરોડ રૂપિયાના નુકસાન અને વ્યાજની માંગ કરી હતી. બીસીસીઆઈએ આ કરાર રદ કરવાના નિર્ણય પાછળ સંપૂર્ણ તર્ક આપ્યો હતો. અંતે, નિર્ણય બીસીસીઆઈની સામે જ ગયો.

આઈપીએલ ૨૦૦૮થી શરૂ થયું છે. આઈપીએલની પ્રારંભિક ટીમોમાંની એક ડેક્કન ચાર્જિકલ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (ડીસીએચએલ) ની ટીમે ડેક્કન ચાર્જર્સ દ્વારા બીસીસીઆઈ સાથે ૧૦ વર્ષના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે, વર્ષ ૨૦૧૨માં, બીસીસીઆઈ દ્વારા શો કોઝ નોટિસ જારી કરીને ડેક્કનને બરતરફ કરાયું હતું. આ પછી, ડેક્કને બોમ્બે હાઇકોર્ટમાં આશરો લીધો હતો.

(3:32 pm IST)