Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

દેશમાં ૮૧ ટકા વડીલો પાસે સ્વાસ્થ્ય વીમો નથી

હેલ્થ સેકટરમાં રોકાણ જરૂરી : ૭૦ ટકા વડીલો બીજા ઉપર નિર્ભર છે

ચેન્નઇ તા. ૧૬ : ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન મદ્રાસનું આંકલન છે કે વડીલો ઉપર કોરોનાનો પ્રભાવ ઓછો કરવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવામાં વધુમાં વધુ સરકારી રોકાણ જરૂરી છે. દેશમાં લગભગ ૮૧ ટકા વડીલો પાસે સ્વાસ્થ્ય વીમાનું સુરક્ષા કવચ નથી. કોરોના વડીલો વચ્ચે સામાજીક અલગાવનો એક મોટું જોખમ ઉભુ કરી રહ્યું છે. જેથી તેમના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે. આઇઆઇટીએ એનએસએસના આંકડાઓને આધારે જણાવેલ કે, દેશમાં ફકત ૧૮.૯ ટકા વડીલો પાસે જ સ્વાસ્થ્ય વીમો છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોમાંથી ૨૭.૫ ટકા લોકો ૮૦ વર્ષની ઉંમર પાર કરી ચૂકયા છે. લગભગ ૭૦ ટકા વડીલો આંશિક અથવા પુરી રીતે બીજા ઉપર નિર્ભર છે.

(3:31 pm IST)