Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અમેરિકામાં કોરોના સામેના જંગમાં ઉપયોગી બની 'થર્મોમીટર' એપ ભારતીય મૂળના ઇન્દરસિંહની કંપનીએ બનાવી થર્મોમીટર

વોશીંગ્ટનઃ ભારતીય મૂળના બીઝનેસમેનની કંપની દ્વારા વિકસીત થર્મોમીટર એપ અમેરિકામાં કોરોના સામેના જંગમાં ઉપયોગી સાબિત થઇ છે. તેના દ્વારા લક્ષણોના રેકોર્ડીગના આધારે કોરોના ફેલાવાની માહિતી પહેલા જ મળી જવાથી તેના સંક્રમણ પર લગભગ મુકી શકાઇ. આ એપ દ્વારા એકત્રિત ડેટાથી ડોકટર પાસે જતા પહેલા જાણી શકાય છે કે કયા વિસ્તારમાં બિમારીનો પ્રકોપ વધારે છે. તેનાથી પ્રશાસનને રોગ સામે લડવા માટે રણનીતિ બનાવવાનો પર્યાપ્ત સમય મળી જાય છે.

ભારતીય મૂળના ઇન્દરસિંહની કંપનીએ આ એપ બનાવી છે. તે તાવ અને બીજા લક્ષણોને રેકોર્ડ કરે છે. તેનાથી આરોગ્ય વિભાગને દર્દીના બિમાર થવાની માહિતી મળી જાય છે. તેનાથી સંક્રમક રોગને ફેલાતા પહેલા વિભાગ તેની સામે લડવા માટે યોગ્ય વ્યવસ્થા કરી લક્ષણોની માહિતી એકઠી કરાઇ છે.

(2:03 pm IST)