Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

યાત્રિકોને ખુશખબર :હવેથી સસ્તામાં બુક કરો ટ્રેનની ટિકિટ :રેલવે બુકિંગ પર આપી રહી છે 5 ટકા વળતર

નવી દિલ્હી : રેલવે મુસાફરો માટે ખુશખબર છે  ટ્રેનથી મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો હવે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. ઇન્ડિયન રેલવેએ આ અંગે જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે જો  યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા પેમેન્ટ કરો છો, તો આ ડિસ્કાઉન્ટ મળશે. આ સ્કીમનો લાભ આવતા વર્ષ સુધી લઇ શકો છો. એટલે જો 12 જૂન 2022 સુધી ક્યારેય પણ તમારી ટિકિટ બુક કરાવશો, તો  આ ડિસ્કાઉન્ટ મળશે.

રેલવેએ ટ્રેન ટિકિટ ખરીદવા માટે UPI દ્વારા પેમેન્ટ 1 ડિસેમ્બર 2017ના રોજ શરૂ કરી હતી. આ ઓફરનો લાભ લેવા માટે તમારે માત્ર ટિકિટ કાઉન્ટર પરથી જ ટિકિટ બુકિંગ કરાવવું પડશે. તમે ઘરે બેસી ઓનલાઇન બુકિંગમાં આ ઓફરનો લાભ નહીં લઇ શકો.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા ઓનલાઇન રિઝર્વ્ડ ટિકિટની બુકિંગ પર 5 ટકાની છૂટ આપવાની જાહેરાત રેલવે દ્વારા કરાઈ હતી. પરંતુ હવે રેલવે કાઉન્ટર પર ટિકિટ બુકિંગ પેમેન્ટ યૂપીઆઈથી કરવા પર પણ છૂટ મળશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મહત્તમ 50 રૂપિયાની છૂટ આપવામાં આવશે અને ટિકિટની કિંમત 100 રૂપિયાથી વધુ હોવી જોઇએ. તેમાં UPI અને BHIM બંને દ્વારા પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ મળશે.

(11:39 am IST)