Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોરોનાના કેસમાં થયો સાધારણ વધારો : મૃત્યુદર યથાવત

૨૪ કલાકમાં ૬૨,૨૨૪ નવા કેસ જ્યારે ૧,૦૭,૬૨૮ લોકો કોરોનાથી સાજા થયા : દેશમાં ૨૪ કલાકમાં ૨૫૪૨ લોકોના મોત

નવી દિલ્હી તા. ૧૬ : ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. મંગળવારની સરખામણીએ બુધવાકે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો છે. આજે દેશમાં ૬૨,૨૨૪ કેસ નોંધાયા હતા, જયારે ગઈકાલે  છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૪૭૧ નવા કેસ નોંધાયા હતા આ સાથે એકિટવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૦૦દ્મક વધુ લોકોના મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૨,૨૨૪ નવા કેસ નોંધાયા છે. જયારે ૧,૦૭,૬૨૮ લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં ૨૪ કલાકમાં ૨૫૪૨ લોકોના મોત થયા છે. કુલ કેસઃ બે કરોડ ૯૬ લાખ ૩૩ હજાર ૧૦૫ છે, કુલ ડિસ્ચાર્જઃ ૨ કરોડ ૮૩ લાખ ૮૮ હજાર ૧૦૦ છે, એકિટવ કેસઃ ૮ લાખ ૬૫ હજાર ૪૩૨ છે, કુલ મૃત્યુઆંકઃ ૩,૭૯,૫૭૩ થયો છે.

દેશમાં ૭૨ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત ૩૪માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં ૨૬ કરોડ ૧૯ લાખથી વધુ  કોરોના વેકસીન ડોઝ આપવામાં આવી ચુકયા છે. ગઈકાલે ૨૮ લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં ૩૮ કરોડ ૧૩ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે ૧૭ લાખ ૫૧ હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર ૧.૨૫ ટકા છે. જયારે રિકવરી રેટ ૯૫.૮૦ ટકાથી વધારે છે. એકિટવ કેસની સંખ્યા ઘટીને ૪ ટકાથી ઓછી છે. કોરોનાના એકિટવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જયારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ૩.૨૨ ટકા છે, જયારે સતત નવ દિવસથી ૫ ટકાથી ઓછો છે.

(11:33 am IST)