Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

આજે પેટ્રોલમાં ૨૫ પૈસા તો ડિઝલમાં ૧૩ પૈસા વધ્યા

બેરહેમ ઓઇલ કંપનીઓઃ નિંભર સરકારઃ આજે ફરી પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધ્યા

શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ થયો રૂ.૧૦૭.૭૯

નવી દિલ્હી, તા.૧૬: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ૧૬ જૂને ફરી વધારો ઝીંકી દીધો છે. સતત મોંદ્યું થઈ રહેલું પેટ્રોલ કેટલાક શહેરોમાં ૧૦૭ રૂપિયા પ્રતિ લીટરને પાર વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, આજે પેટ્રોલની કિંમતમાં ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ, ડીઝલની કિંમતમાં ૧૩ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

આજે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૯૬.૬૬ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૭.૪૧ રૂપિયા છે.

આ શહેરોમાં પેટ્રોલ ૧૦૫ રૂપિયાને પાર થઇ ગયો છે

. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૭.૭૯ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૫૧ રૂપિયા પ્રતિ લીટર

. મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ ૧૦૭.૪૩ રૂપિયા અને ડીઝલ ૯૪.૪૩ રૂપિયા પ્રતિ લીટર

. રીવામાં પેટ્રોલ ૧૦૭.૦૭ રૂપિયા અને ડીઝલ ૯૮.૧૦ રૂપિયા પ્રતિ લીટર

. ભોપાલમાં પેટ્રોલ ૧૦૪.૮૫ રૂપિયા અને ડીઝલ ૯૬.૦૫ રૂપિયા પ્રતિ લીટર

. પરભણીમાં પેટ્રોલ ૧૦૫.૧૬ રૂપિયા અને ડીઝલ ૯૫.૬૩ રૂપિયા પ્રતિ લીટર

. દિલ્હી- પેટ્રોલ ૯૬.૬૬ રૂપિયા અને ડીઝલ ૮૭.૪૧ રૂપિયા પ્રતિ લીટર છે.

. મુંબઈ- પેટ્રોલ ૧૦૨.૮૫ રૂપિયા અને ડીઝલ ૯૪.૮૪ રૂપિયા પ્રતિ લીટર છે.

. ચેન્નઈ- પેટ્રોલ ૯૭.૯૧ રૂપિયા અને ડીઝલ ૯૨.૦૪ રૂપિયા પ્રતિ લીટર છે.

. કોલકાતા- પેટ્રોલ ૯૬.૫૮ રૂપિયા અને ડીઝલ ૯૦.૨૫ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:57 am IST)