Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ગુજરાતીઓનું મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના લીધે સહેલાણીઓ ઉપર રોક લગાવવામાં આવી હતી

અમદાવાદ : રાજસ્થાન સરકાર દ્વારા પ્રવાસીઓ માટે માઉન્ટ આબુને કોરોના ગાઈડલાઈન મુજબ ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેથી સહેલાણીઓ અને વેપારીઓમાં એક ખુશીની લાગણીઓ જોવા મળી હતી.

માઉન્ટ આબુમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના લીધે સહેલાણીઓ ઉપર રોક લગાવવામાં આવી હતી.પરંતુ તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈન મુજબ સહેલાણીઓને આવકારવાના નિર્ણયથી વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.

 રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ છેલ્લાં કેટલાંક સમયથી સહેલાણીઓ વગર સુમસામ ભાસતું હતું. જે રસ્તાઓ સહેલાણીઓથી ઉભરાતા હતો તે પણ એકદમ સુમસામ ભાસતા હતા. પરંતુ તંત્રના આ નિર્મણથી હવે ફરીવાર માઉન્ટ આબુ સહેલાણીઓથી ઉભરાય તો નવાઈ નહીં.

માઉન્ટ આબુના પ્રાંત અધિકારી અભિષેક સુરાનાએ જણાવ્યું હતું કે, સરકારના આદેશ અનુસાર અને કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ હાલામં કોવિડ ગાઈડલાઈન મુજબ દરેક પ્રવાસીઓને આવકારવામાં આવશે.

સરકાર અને તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને વેપારીઓએ વધાવી લીધો હતો અને દરેક વેપારીઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી સહેલાણીઓને આવકારશે.

(10:27 am IST)