Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

બ્રિટિશ સ્વાસ્થ્ય નિષ્ણાંતનો દાવો

વેકિસનના બન્ને ડોઝ લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં પડે

લંડન,તા. ૧૬: બ્રિટિશ સ્વાસ્થ્ય નિષ્ણાંતોના નવા વિશ્લેષણમાં પ્રથમવાર તે તારણ સામે આવ્યું છે કે કોવિડ-૧૯ વેકિસનના બે ડોઝ કોરોના વાયરસના વધુ સંક્રામક ડેલ્ટા સ્વરૂપ બી.૧.૬૧૭.૨ ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. વેકિસન સંક્રમણ ગંભીર બનતું રોકવામાં મદદ કરે છે. વાયરસના ડેલ્ટા સ્વરૂપની ઓળખ સૌથી પહેલા ભારતમાં થઈ હતી.

કોવિડ-૧૯ ના ચિંતાજનક સ્વરૂપો (વીઓસી) નું નિયમિત રૂપથી વિશ્લેષણ કરી રહેલ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (પીએચઈ) એ સોમવારે કહ્યું કે, નવા વિશ્લેષણ તે સાબિત કરે છે કે ફાઇઝર/એનબાયોટેક રસીના બે ડોઝ હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં ૯૬ ટકા અસરકારક છે. તો ઓકસફોર્ડ/એસ્ટ્રાઝેનેકાની રસી હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં ૯૨ ટકા અસરકારક છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેન્કોકે કહ્યુ- તેનાથી સાબિત થાય છે કે રસીનો બીજો ડોઝ તમારા માટે કેટલો મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું, અમારો રસીકરણ કાર્યક્રમ ઝડપથી જારી છે અને હજારો લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. આ મહામારીમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે. તેમણે ૨૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને ફ્રી રસીના ડોઝ આપવાની અપીલ કરી છે.

પીચઈએ નવા વિશ્લેષણમાં ડેલ્ટા સ્વરૂપના ૧૪૦૧૯ કેસને સામેલ કર્યા હતા. તેમાંથી ૧૬૬ દર્દી ૧૪ એપ્રિલથી ચાર જૂન વચ્ચે હોસ્પિટલમાં દાખલ હતા.

પીએચઈના રસીકરણ પ્રમુખ ડો. મેરી રૈમસે કહ્યું- આ મહત્વપૂર્ણ પરિણામથી આ વાતની પુષ્ટિ થાય છે કે રસીના ડેલ્ટા સ્વરૂપથી સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થવા વિરૂદ્ઘ મહત્વપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.

બ્રિટનના રસી મંત્રી નદીમ જહાવીએ કહ્યું- જો તમને બીજા ડોઝ માટે બોલાવવામાં આવે તો વિલંબ ન કરો, બીજો ડોઝ લઈને સુરક્ષિત રહો.

(10:18 am IST)