Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મે મહિનામાં નિકાસ 69 ટકા વધીને 32.27 અબજ ડોલરે પહોંચી : વેપાર ખાધ 6.28 અબજ ડોલર રહી

મે મહિનામાં આયાત પણ 73.64 ટકા વધીને 38.55 અબજ ડોલર પર પહોંચી ગઈ

નવી દિલ્હી : દેશની નિકાસ મે મહિનામાં 69.35 ટકા વધીને 32.27 અબજ ડોલર પર પહોંચી છે,એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ ઉત્પાદન અને ડાયમન્ડ અને જ્વેલરી જેવા સેક્ટરનાં સારા પ્રદર્શનનાં કારણે નિકાસનો આંકડો વધ્યો છે, આ દરમિયાન વ્યાપાર ખાધ વધીને 6.28 અબજ ડોલર પર પહોંચી છે,છેલ્લા એક વર્ષમાં નિકાશ 19 અબજ ડોલર રહી હતી, જ્યારે મે 2019માં નિકાશ 29.85 અબજ ડોલર પર હતી.

જારી કરાયેલા આંકડા પ્રમાણે મે મહિનામાં આયાત પણ 73.64 ટકા વધીને 38.55 અબજ ડોલર પર પહોંચી ગઇ, જે એક વર્ષ પહેલાનાં સમાન મહિનામાં 22.2 અબજ ડોલર રહી હતી, આ જ પ્રકારે વેપાર ખાધ 6.28 અબજ ડોલર પર પહોચી ગઇ, મે, 2019 માં આયાત 46.68 અબજ ડોલર રહી હતી, મે, 2020માં વેપાર ખાધ 3.15 અબજ ડોલર હતી.

ચાલુ નાણાકિય વર્ષનાં પહેલા બે મહિના એપ્રિલ- મે માં નિકાસ બેગણીથી વધીને 62.89 અબજ ડોલર પર પહોંચી ગઇ, જે એક વર્ષ પહેલા સમાન મહિનામાં 29.41 અબજ ડોલર રહી હતી.

એપ્રિલ-મે 2021 દરમિયાન આયાત 84.27 અબજ ડોલર રહી, જે ગત વર્ષનાં સમાન સમયગાળામાં 39.32 અબજ ડોલર હતી, નાણાકિય વર્ષ નાં પહેલા બે મહિનામાં વેપાર ખાધ 21.38 અબજ ડોલર રહી, જે ગયા મહિનાનાં સમાન સમયગાળામાં 9.91 અબજ ડોલર હતું.

મે, 2021 માં ક્રુડ આયાત વધીને 9.45 અબજ ડોલર પર પહોંચી ગયો, જે ગયા વર્ષે આ જ મહિનામાં 3.49 અબજ ડોલર હતી.

સોનાની આયાત વધીને 67.9 કરોડ ડોલર પર પહોંચી ગઇ, જે મે 2020માં 7.63 કરોડ ડોલર હતી, મે મહિનામાં એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ ઉત્પાદનો, ડાયમન્ડ તથા જ્વેલેરીની નિકાસ ક્રમશ: 8.64 અબજ ડોલર, 5.33 અબજ ડોલર અને 2.96 અબજ ડોલર રહ્યું.

(9:58 am IST)