Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ અંગે NIA દ્વારા બે શકમંદોના ફોટો જાહેર:માહિતી આપનારને લાખોનું ઇનામ

આ બંને લોકો એ ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ લગાવ્યો હતો.

નવી દિલ્હી : ગત 29 જાન્યુઆરીએ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ અંગે NIA એ આ બ્લાસ્ટમાં સંડોવાયેલા બે શકમંદોના ફોટો જાહેર કર્યા છે. આ સાથે જ માહિતી આપનારને લાખોનું ઇનામ પણ જાહેર કર્યું છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જાન્યુઆરીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા IED બ્લાસ્ટને લગતા કેટલાક વીડિયો અને ફોટા જાહેર કર્યા છે. આ ફોટો અને વિડીયોમાં 2 શકમંદો દૂતાવાસની બહાર વિસ્ફોટો કરતા જોવા મળે છે. આરોપ છે કે વીડિયો અને ફોટોમાં દેખાતા આ બંને લોકો એ ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ લગાવ્યો હતો.

આ બંને વિશે માહિતી આપનાર વ્યક્તિને એનઆઈએ એ 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

એનઆઈએ એ બે ટ્વીટ કરી આ બંને શકમંદોની માહિતી માંગી છે. એક ટ્વીટમાં એનઆઈએ એ લખ્યું છે- 'એનઆઇએ ઈન્ડિયા નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટના કેસ NIA Case RC-02/2021/NIA/DLI ના સંદર્ભમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા બંને શકમંદોને ઓળખવામાં મદદ માટે માહિતી શોધી રહી છે.'

(12:32 am IST)