Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

30મીએ ગૃહમંત્રી અમિતભાઇ શાહ કાશ્મીરની મુલાકાતે : ઘાટીમાં જશે: સુરક્ષા સંબંધી વ્યવસ્થાની સમીક્ષા કરશે

સેના, જમ્મુ-કશ્મીર પોલીસ, CRFP અને સીમા સુરક્ષા બળના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે

નવી દિલ્હી ::ભારત સરકારના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ આગામી 30 જૂનના જમ્મુ - કશ્મીરના પ્રવાસે જશે. ગૃહમંત્રી બન્યા પછી આ તેમનો પહેલો પ્રવાસ હશે,

 તેઓ કશ્મીર ઘાટીમાં જશે. આ પ્રવાસ દરમ્યાન અમીત શાહ ઘાટીમાં સુરક્ષા સંબંધી વ્યવસ્થાઓની સમીક્ષા કરશે.

 

આ ઉપરાંત તેઓ પ્રવાસ દરમ્યાન પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના પણ દર્શન કરશે. ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ગૃહમંત્રીના પ્રવાસ અંગે જાણકારી આપી હતી.

દેશના ગૃહમંત્રી આ મુલાકાત દરમિયાન સેના, જમ્મુ-કશ્મીર પોલીસ, CRFP અને સીમા સુરક્ષા બળના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. આ ઉચ્ચસ્તરી બેઠકમાં શાહ જમ્મુ-કશ્મીરમાં અધિકારીઓ સાથે સીમા, LOC અને આંતરીક સુરક્ષાની સમીક્ષા કરશે.

આ બેઠકમાં અને સેનાના ઉતરી કમાનના ઘણા અધિકારીઓ પણ હાજર રહશે. તેમજ અમિતભાઈ  શાહના બાબા અમરનાથના દર્શન બાદ અમરનાથ યાત્રાની શરૂઆત થશે.

(11:29 pm IST)