Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

પાકિસ્તાની જાસૂસી સંસ્થાના વડાની અચાનક બદલી: આઈ.એસ.આઈ.નો ચાર્જ હવેથી લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સંભાળશે:પાકિસ્તાન લશ્કરની જાહેરાત

પાકિસ્તાન લશ્કરે આજે જાહેર કર્યું છે કે તેમની જાસુસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ -  આઈએસઆઈના નવા વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ જવાબદારી સંભાળશે. તેમની નિમણૂક ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી છે.

 

આઈએસઆઈના ડીજી તરીકે અત્યારે ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ અસીમ મૂનીરની બદલી કરીને તેમને ગુજરાનવાલા ખાતે કોર્પસ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ અસીમ મૂનીરને, ગયા વર્ષે જ આઈએસઆઈના ડીજી  લેફ. જનરલ નવિદ મુખ્તાર રીટાયર થતા તેમના સ્થાને નિયુક્ત કરવામાં આવેલ.

(11:01 pm IST)