Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

પાકિસ્તાની જાસૂસી સંસ્થાના વડાની અચાનક બદલી: આઈ.એસ.આઈ.નો ચાર્જ હવેથી લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સંભાળશે: પાકિસ્તાન લશ્કરની જાહેરાત

પાકિસ્તાન લશ્કરે આજે જાહેર કર્યું છે કે તેમની જાસુસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ -  આઈએસઆઈના નવા વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ જવાબદારી સંભાળશે. તેમની નિમણૂક ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી છે.

 

આઈએસઆઈના ડીજી તરીકે અત્યારે ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ અસીમ મૂનીરની બદલી કરીને તેમને ગુજરાનવાલા ખાતે કોર્પસ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

(10:38 pm IST)
  • વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહીં હારવાનો સિલસિલો ભારતે જાળવી રાખ્યો: વન-ડેમાં વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે આ સાતમો વિજય : ભારત 4 મેચમાં 3 જીત સાથે 7 પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને access_time 12:14 am IST

  • ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર બે મેચ નહિ રમી શકે :ભુવીના સાથે મોહંમદ શમીનો સમાવેશ ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર આગામી બે મેચ રમી નહીં શકે :તેમ ટીમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલીએ કહ્યું હતું :ભુવીને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તેને ઇજા થઇ હતી: હવે પછીના ત્રણ મેચો ભારત 22 જૂને અફઘાનિસ્તાન સામે, ,27મી જૂને વેસ્ટ ઇન્ડિઝ સામે અને 30 જૂને ઇંગ્લેન્ડ સામે રમશે : આ પહેલા ભારતનો ઓપનર શિખર ધવન પણ ઓસ્ટ્રેલિયા સામે ઇજા પામતા કેટલીક મેચ રમી નહીં શકે access_time 1:32 am IST

  • ભારતની પાકિસ્તાન સામે 89રને શાનદાર જીત : પાકિસ્તાનને 212 રનમાં ઘરભેગુ કરી દીધું : સમગ્ર ભારતમાં જશનનો માહોલ : લોકોએ દેશભરમાં ફટાકડા ફોડી ભારતની ભવ્ય જીતને વધાવ્યું access_time 12:32 am IST