Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

અમેરિકા પાસેથી ૩૦ સશસ્ત્ર ડ્રોન ખરીદવા માટેની તૈયારી

દરિયામાં લશ્કરી તાકત વધારવાની તૈયારી કરાઈ : રશિયા સાથે ભારતના તમામ કરારો યથાવત સ્થિતિમાં

નવી દિલ્હી, તા. ૧૬ : રશિયા સાથે ભારતની વધતી જતી નજીકની મિત્રતા પરિણામ સ્વરૂપે અમેરિકાની ઉંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકા હવે હળવુ વલણ અપનાવવાની દિશામાં છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારત દ્વારા તેની સાથે કરવામાં આવેલી એક મેગા ડિલને પણ આના માટે જવાબદાર ગણવામાં આવે છે. જેમાં ભારત અમેરિકા પાસેથી ૩૦ સશસ્ત્ર સી ગાર્જિયન ડ્રોનની ખરીદી કરશે. અલબત આ ડીલ માટે ભારત દ્વારા રશિયા સાથે પહેલા કરવામાં આવેલા એસ ૪૦૦ મિસાઈલના સોદા ઉપર કોઈ અસર થશે નહી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રપે ભારત ઉપર ડીલ ન કરવા માટે જોરદાર દબાણ વધાર્યું હતું. પરંતુ તેની કોઈ અસર દેખાઈ ન હતી. સુત્રોના કહેવા મુજબ ૧૦-૧૦ ડ્રોન ત્રણ સેનાઓ માટે ખરીદવામાં આવનાર છે. આને દુરથી કંટ્રોલ કરી શકવામાં આવશે. દરિયાની સાથે સ્થળ ઉપર પણ ટાર્ગેટ કરવામાં આ ડ્રોન સફળ રહેશે. એક વખતે ડીએસી તરફથી મંજુરી મળી ગયા બાદ ભારત અમેરિકાને લેટર ઓફ રિકવેસ્ટ જારી દેશે. ત્યારબાદ બિલ આગળ વધશે. ૨૦૦૭થી લઈને હજુ સુધી ભારતે અમેરિકાની સાથે મળીને ૧૭ અબજ ડોલરની ડિફેન્સ ડીલ કરી દીધી છે.

 

 

બજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા : આઠ પરિબળ પર નજર

ટ્રેડ વોર, આરબીઆઈની બેઠક સહિતના પરિબળોની અસર રહેશે : આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યો છતાંય છેલ્લા સપ્તાહમાં નિરાશા રહેવા માટે અનેક કારણ રહ્યા : એફપીઆઈ દ્વારા મૂડીરોકાણ યથાવત જારી

મુંબઈ, તા. ૧૬ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સત્રમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. જુદા જુદા પરિબળોની અસર આ સપ્તાહમાં જોવા મળી શકે છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના લીધે હાલમાં ઉતાર ચડાવની સ્થિતિ જોવા મળી રહી છે. એનબીએફસી સેક્ટરમાં કટોકટી અને ડિફોલ્ટના અહેવાલ તેમજ મિસમેનેજમેન્ટના અહેવાલના લીધે મુડીરોકાણકારો કેટલાક અંશે ચિંતાતુર દેખાયા છે પરંતુ બજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. જે પરિબળોની અસર જોવા મળી શકે છે તેમાં આરબીઆઈની બેઠકનો સમાવેશ થાય છે. હાલમાં આરબીઆઈની બેઠક યોજાઈ હતી. જેમાં વ્યાજદળમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્રુડની કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ વચ્ચે તેની અસર પણ જોવા મળી શકે છે. જાણકાર લોકોનું કહેવુ છે કે, અગામી સપ્તાહમાં બજારમાં ઉથલ પાથલ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવાનો આંકડો ૧૪મી જુનના દિવસે જારી કરવામાં આવ્યો હતો. ફુગાવો ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. મે મહિનામાં ૨.૪૫ ટકા સુધી ફુગાવો પહોંચી ગયો છે. ફુડ આર્ટિકલ, ફ્યુઅલ અને પાવરની વસ્તુઓની કિંમતમાં ઘટાડો થતાં મે મહિનામાં હોલસેલ ફુગાવો નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફુગાવો નીચી સપાટીએ પહોંચતા સામાન્ય લોકોને રાહત થઇ છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો એપ્રિલ મહિનામાં ૩.૦૭ ટકા અને મે મહિનામાં ૪.૭૮ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૮માં આ આંકડો રહ્યો હતો. ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો એપ્રિલ મહિનામાં ૭.૩૭ ટકાથી ઘટીને ૬.૯૯ ટકા થઇ ગયો હતો. જો કે, ડુંગળીની કિંમતમાં આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. શાકભાજીના ફુગાવામાં પણ મે મહિનામાં આંકડો ઘટ્યો છે અને આ આંકડો ૩૩.૧૫ ટકા રહ્યો છે. અગાઉના મહિનામાં ૪૦.૬૫ ટકાનો આંકડો રહ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રિટલ ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટીએ મે મહિનામાં પહોંચી જતા તેની સપાટી ૩.૦૫ ટકા રહી હતી. શાકભાજીની કિંમતમાં વધારો થયો હતો. પ્રોટીન આધારિત ચીજવસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો હતો. જે પરિબળોની અસર થનાર છે તેમાં બેંક ઓફ જાપાન અને બેંક ઓફ ઈગ્લેન્ડ દ્વારા ગુરુવારના દિવસે જાહેર કરવામાં આવનાર વ્યાજદરના નિર્ણય ઉપર પણ થશે. મળેલી માહિતી મુજબ અમેરિકામાં પણ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જુન મહિનામાં હજુ સુધી વિદેશી મુડીરોકાણકારોએ ભારતીય બજારમાં જંગી નાણા ઠાલવી દીધા છે. એફપીઆઈ દ્વારા મુડી બજારમાં ૧૧૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જોકે, છેલ્લા શુક્રવારે એફપીઆઈ દ્વારા ૨૩૮.૬૪ કરોડ રૂપિયા પાછા ખેચી લીધા હતા. ટેકનિકલ ઈન્ડિકેટરની અસર પણ બજાર ઉપર જોવા મળશે.

(7:44 pm IST)