Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

FPI દ્વારા જૂનમાં ૧૧,૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા

ભારતીય બજારને લઈને રોકાણકારો આશાવાદી : સતત ચોથા મહિનામાં ખરીદીનો જોરદાર માહોલ જામતા કારોબારીઓમાં ખુશીનું મોજુ : ઈક્વિટીમાં પણ રોકાણ

નવીદિલ્હી, તા.૧૬ : વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તામાં ગાળા દરમિયાન મૂડી માર્કેટમાં ૧૧૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી મુડીરોકાણકારો ભારતના બજારને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે. પોલિસી સુધારા ચાલુ રહેવાના લીધે આ ફાયદો થયો છે. સતત ચાર મહિનાથી વિદેશી રોકાણકારોએ લેવાલી જારી રાખી છે. તેઓએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ફેબ્રુઆરી બાદથી ખરીદી કરવામાં આવી છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજી જુનથી ૧૪મી જુન સુધીના ગાળામાં વિદેશી મુડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૫૧૭.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ડેબ્ટમાં ૯૬૧૫.૬૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.  વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. મે મહિના પહેલા માર્ચ મહિનામાં રોકાણકારોએ ૪૧૫૯૮૧ કરોડ, ફેબ્રુઆરીમાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. જ્યારે એનડીએની સાથે મળીને ૩૫૩ સીટો મેળવી હતી. ૧૯૮૪ બાદથી કોઇ એક પાર્ટી દ્વારા સતત બીજી વખત બહુમતિ હાંસલ કરવામાં આવી હતી. મોેદી સરકાર ફરી સત્તામાં આવી છે.

FPI દ્વારા લેવાલી.....

*   જૂનમાં હજુ સુધી ૧૧૧૩૨ કરોડનું રોકાણ

*   સતત ચોથા મહિનામાં લેવાલીનો દોર રહ્યો

*   રોકાણકારોએ ઈક્વિટીમાં ૧૫૧૭.૧૨ કરોડનું અને ડેબ્ટમાં ૯૬૧૫.૬૪ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

*   મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૯૦૩૧ કરોડ ઠાલવ્યા

*   એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*   ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

*   ૨૦૧૯-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

*   ૨૦૧૭-૧૮માં શેરમાંથી ૨૫૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

*   ૨૦૧૭-૧૮માં કુલ રોકાણનો આંકડો ૧૪૪૬૬૯ કરોડ રહ્યો

*   આ વર્ષમાં ભારે ઉતારચઢાવવાળી સ્થિતિ જોવા મળી રહી છે

*   ભારતીય બજારમાં મુડીરોકાણકારો આશાવાદી

*   ડોલર સામે રૂપિયો સ્થિર રહેતા

*   ફ્રેબુઆરી બાદથી એફપીઆઈ દ્વારા સતત ખરીદી

એફપીઆઈની સ્થિતિ

        નવીદિલ્હી, તા. ૧૬ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(7:43 pm IST)