Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ચાલતી ટ્રેનમાં યાત્રીની માલિસ દરખાસ્ત પરત

વિવાદ થયા બાદ દરખાસ્ત પરત

નવી દિલ્હી,તા.૧૬ : પશ્વિમ રેલ્વેએ મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઈન્દોરથી દોડતી ૩૯ ટ્રેનોમાં યાત્રા દરમિયાન યાત્રીઓની માલિસની સુવિધા આપવાની દરખાસ્ત આખરે પાછી ખેચી લેવામાં આવી છે. આ પ્રકારની દરખાસ્ત રજુ કરીને વધારાની રકમ ઉભી કરવાની દરખાસ્ત કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો થઈ ગયો હતો. રેલ્વે દ્વારા આ પ્રસ્તાવને સમાજના જુદા જુદા વર્ગ તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો. લોકો દ્વારા આ દરખાસ્તને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ જેમ જ મામલો ગરમ થયો ત્યારે કેન્દ્ર સરકારે આ દરખાસ્તને પરત ખેચી લીધી છે. પશ્વિમ રેલ્વે દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, રતલામ મંડળે ઈન્દોરથી દોડતી ૩૯ ટ્રેનોમાં યાત્રીઓની માલીસની સુવિધાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ જેમ જ ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યો ત્યારે આને પરત લેવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. પશ્વિમ રેલ્વે પોતાના યાત્રીઓ પાસેથી સુચનો મંગાવી લીધા બાદ અંતે આ દરખસ્તાને પાછી ખેચી લેવામાં આવી છે.

ચાલતી ટ્રોનોમાં સવાર છ વાગ્યેથી રાત્રે ૧૦ વાગ્યે સુધી યાત્રીઓના માથા અને પગ જેવા હિસ્સા પર માલિસ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાથી ૨૦ લાખ રૂપિયા મળવાની યોજના હતી.

(7:41 pm IST)