Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

હવે મનકી બાત કાર્યક્રમ ૩૦મી જુનથી શરૂ થશે

બીજી અવધિ માટે સૂચનો મંગાવાયા

 નવીદિલ્હી, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજી અવધિમાં પ્રથમ વખત ૩૦મી જુનના દિવસે રેડિયોના  મનકી બાતના કાર્યક્રમમાં સંબોધન કરશે. સામાન્ય રીતે ટ્વિટર, ફેસબુક અથવા તો નમો એપ પર માહિતી આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે ઈન્ટાગ્રામ મારફતે આ અંગેની માહિતી આપી છે. મોદી ૩૦મી જુનના દિવસે મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ પહેલા મોદીએ ટ્વિટ કરીને પણ આ અંગેની માહિતી આપી હતી. મોદીએ લખ્યું છે કે, ૩૦મી જુનના દિવસે સવારે ૧૧ વાગ્યા અમે ફરી મળીશુ. રેડિયોનો તેઓ આભાર માને છે. ૧૩૦ કરોડ ભારતીયોની ભાવનાઓનું સમ્માન કરવામાં આવનાર છે. મોદીએ વિશ્વાસ કરતા કહ્યું છે કે, સામાન્ય લોકોની પાસે તેમના અભિપ્રાય રજુ કરવાની તક રહેલી છે. મોદીએ લોકોને નમો એપ ઉપર સુચન મોકલવા અપીલ કરી છે. એક ટ્વીટ કરીને મોદીએ કહ્યું છે કે, આ મહિને મન કી બાતમાં સૂચનો આપવા માટે ૧૮૦૦-૧૧-૭૮૦૦ પર પોતાના મેસેજ રેકોર્ડ કરાવી શકાય છે. ઉપરાંત માય ગોવ ઓપન ફોરર્મ ઉપર લખીને સૂચન કરી શકાય છે. વડાપ્રધાન મોદીએ જુદી જુદી થીમ ઉપર પોતાના સુચનની માંગ કરી છે.

(7:40 pm IST)