Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

યુએઈમાં ભારતીય છોકરો સ્કૂલવેનમાં ઊંઘી ગયો કલાકો બાદ મૃતદેહ મળ્યો

મૂળ કેરળનો મોહમ્મદ ફરહાન ફૈઝલ અલ ક્વોઝમાં ઇસ્લામિક સેન્ટરનો છાત્ર હતો.

સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) માં  છ વર્ષીય ભારતીય છોકરો સ્કૂલ બસ પર ઊંઘી ગયો હતો. ત્યારબાદ તેનો મૃતદેહ મળ્યો હતો છોકરો ઘણા સમયથી બસમાં એકલો જ હતો. ત્યાંની મીડિયા રિપોર્ટ મુજબ મોહમ્મદ ફરહાન ફૈઝલ કેરળનો રહેવાસી હતો અને અલ ક્વોઝમાં ઇસ્લામિક સેન્ટરનો છાત્ર હતો.

   આ હેવાલ મુજબ તે બસમાં બેઠા પછી ઊંઘી ગયો હતો. સવારે 8 વાગે અન્ય વિદ્યાર્થીઓ કેન્દ્રથી બહાર ઉતર્યા પરંતુ ફૈઝલ ઊંઘી જવાના કારણે બસમાં રહી ગયો. ઉપરાંત દુબઈ પોલીસના જણાવ્યા મુજબ તેમને બપોરે 3 વાગે આ ઘટનાની સૂચના મળી. હતી

 એક વરિષ્ઠ પોલીસ અધિકારીના અહેવાલથી મીડિયાએ કહ્યું કે છોકરા વિશે ત્યારે ખબર પડી જ્યારે અન્ય બાળકોને ઘરે પરત લઈ જવા માટે ડ્રાઇવરે બસને બહાર કાઢી હતી. જોકે બાળકના મોતનું કારણ હાલ પણ સામે આવ્યું નથી. સ્થાનિક પોલીસે જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથધરી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ છોકરાનું પરિવાર લાંબા સમયથી દુબઈમાં કરમામાં રહે છે.

(5:00 pm IST)