Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

લંડનમાં કાર અકસ્‍માત કેસમાં ડ્રાયવરના મોત બદલ ભારતીય મહિલાને જેલમાં ધકેલાઇ : ડ્રાઇવીંગ સમયે ઝોકુ આવી જતા અકસ્‍માત સર્જેલ

લંડન: દક્ષિણ પૂર્વ ઇગ્લેન્ડમાં પોતાના બાળકો સાથે કાર ડ્રાઇવ કરતા સમયે ઝોકું આવતા ઓક્સફોર્ડશાયરમાં એક દૂર્ઘટનામાં અન્ય ડ્રાઇવરના મોતના ગુનામાં મૂળ ભારતીય એક મહિલાને જેલ મોકલવામાં આવી છે. ડ્રાઇવિંગ કરતા સમયે મહિલાને થાકી ગયેલી હતી અને તેને પૂરતી ઊંઘ મળી નહતી.

અનુષા રંગનાથનને શુક્રવારે ઓક્સફોર્ડ ક્રાઉન કોર્ટમાં અઢી વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તેણે ગત વર્ષે જુલાઇમાં ખતરનાક ડ્રાઇવિંહ કરવાથી 70 વર્ષીય પૈટ્રિશિયા રોબિનસનના મોતના ગુનાને સ્વિકાર કર્યો હતો.

કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, 41 વર્ષીય આઇટી નિષ્ણાત તેના બાળકની હાર્ટ સર્જરીના કારણે પૂરતી ઊંઘ ના માળવાના કરાણે થાકી ગઇ હતી. જજ ઈયાન પ્રિંજલે કહ્યું, જ્યારે કોઇ કાર ડ્રાઇવ કરે છે અને તેઓને તે સમયે ઝોકું આવી જાય છે તો તે જીવલેણ હથિયા બની જાય છે. આ ખરાબ રીતે ગાડી ચલાવવાનો કિસ્સો છે.

પોલીસ તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ ખરાબ હવામાન, અયોગ્ય ગતિ, ડ્રગ અથવા પીવાના કેસ નથી, પરંતુ રંગનાથનનું ધ્યાન ભટકતા અથવા ઊંઘને કારણે આ અકસ્માત થયો.

(2:39 pm IST)