Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

બિહાર તમામ વૃદ્ધોને પેન્શન આપનારૂ પહેલું રાજય બન્યું

                   

પટણાઃ બિહાર ૬૦ વર્ષ કે તેનાથી ઉપરના તમામ વૃદ્ધોને  પેન્શન આપનારૂ પહેલું રાજય બન્યુ છે. બિહાર સરકારે  યુનિવર્સલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ લોન્ચ કરી છે જેના હેઠળ ૬૦ વર્ષ કે તેનાથી વધુ ઉમરના વૃદ્ધોને  ૪૦૦ રૂ. પ્રતિમાસ પેન્શન મળશે. જેઓને કેન્દ્ર અથવા રાજય  સરકાર તરફથી કોઇ પેન્શન મળતુ નથી. દેશના અન્ય રાજયોમાં વૃદ્ધાવસ્થા પેન્શન માત્ર બીપીએલ પરિવાર, એસસી, એસીટી, વિધવા મહિલા અને વિકલાંગને જ મળે છે. જો કે બિહારમા દરેક પુરુષ અને મહિલા મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજના હેઠળ પેન્શનના હકકદાર બનશે. મુખ્યમંત્રી નિતિશ કુમારે સામાજીક કલ્યાણ વિભાગના એક  કાર્યક્રમમાં યોજનાનો પ્રારંભ કરતા કહ્યું કે યોજનાનો લાભ અંદાજીત ૩પ-૩૬ લાખ વૃદ્ધોને મળશે. આ યોજનાથી રાજય સરકાર ઉપર ૧૮૦૦ કરોડનો બોજ પડશે.

(1:07 pm IST)