Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રિલયાન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના સર્વેસ્‍વે મુકેશ અંબાણીએ ઇન્‍ટરનેટ યુઝર્સોનો આંક વધારી ભારતને બીજો નંબર અપાવ્‍યો

મુંબઇ :  ભારત આજે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ઇન્ટરનેટ યુઝર બેઝ ધરાવતું બની ગયું છે. ભારતનો ઇન્ટરનેટ યુઝર બેઝ વિશ્વમાં કુલ ઇન્ટરનેટ વપરાશકારોનો 12 ટકા હિસ્સો ધરાવે છે, એમ 2019ના ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ પરના મેરી મીકર રિપોર્ટમાં જણાવાયું હતું.

જિયો અમેરિકાની બહાર સૌથી વધુ ઇનોવેટિવ ઇન્ટરનેટ કંપનીઓમાં એક છે, એમ તેણે ઉમેર્યું હતું. 3.8 અબજ ઇન્ટરનેટ યુઝર્સ સાથે વિશ્વની અડધી વસતી આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. તેમા ચીનનો હિસ્સો સૌથી વધારે છે. ચીન વિશ્વમાં કુલ ઇન્ટરનેટ યુઝર બેઝમાં 21 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકા વિશ્વના કુલ ઇન્ટરનેટ યુઝર્સમાં 8 ટકાનો હિસ્સો ધરાવે છે.

વૈશ્વિક ઇન્ટરનેટ યુઝરની વૃદ્ધિ મજબૂત છે, પરંતુ તે ધીમી પડી ગઈ છે. આ વૃદ્ધિદર 2018માં છ ટકા હતો, જે અગાઉના વર્ષના સાત ટકાથી ઘટાડો દર્શાવે છે. રિલાયન્સ જિયો 30.7 કરોડ મોબાઇલ ફોન સર્વિસ સબસ્ક્રાઇબર્સ સાથે ઇ-કોમર્સને ઓફલાઇન એક્સેસ પણ વિસ્તારી રહ્યું હોવાનો પણ અહેવાલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું કહેવું છે કે અમે હાઇબ્રિડ, ઓનલાઇન-ટુ-ઓફલાઇન કોમર્સ પ્લેટફ્રમ રચી રહ્યા છીએ અને આ માટે રિલાયન્સ રિટેલ માર્કેટપ્લેસની સાથે જિયોની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસિસને જોડી રહ્યા છીએ. આ પ્લેટફોર્મના લીધે રિલાયન્સ રિટેલ સ્ટોર્સના ૩૫ કરોડ કસ્ટમર ફૂટફોલ જોવાશે, તેની સાથે જિયોની ૩૦ કરોડ ગ્રાહકોને કનેક્ટિવિટી સંકળાશે અને સમગ્ર ભારતના ત્રણ કરોડનાના વેપારીઓને લાસ્ટ-માઇલ ફિઝિકલ માર્કેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

જિયોના મફત વોઇસ કોલ અને સસ્તા ડેટા પ્લાન્સના લીધે તેને છેલ્લા એક વર્ષમાં ડેટા યુસેજમાં અઢી ગણો વધારો કરવામાં મદદ મળી છે. અહેવાલમાં દર્શાવાયુ છે કે ભારતમાં ઇન્ટરનેટ રેગ્યુલેશનના મોરચે સ્થિતિ સુધરી રહી છે. ભારતમાં વૈવિધ્યસભર રેગ્યુલેટરી બોડીઝની સાથે ઘણા પાસે એક્સેસને નિયંત્રિત કરવાની સત્તા પણ છે. કન્ટેન્ટ રેગ્યુલેશન અંગે તેમણે જણાવ્યું હું કે ભારતમાં ઘણી વખત થોડા સ્પીચ પ્રોટેક્શન સાથે સીધા જાહેર સૂચન વગર વારંવાર કન્ટેન્ટ ફિલ્ટરિંગ થાય છે. આ સિવાય થોડી સેન્સરશિપ છે, જેના દ્વારા અપમાન કરતા કન્ટેન્ટ દૂર કરવામાં આવે છે.

(12:56 pm IST)